અબુ ધાબી: લોટરીમાં 7 ભારતીય માલામાલ, એકને મળ્યા રૂ.12 કરોડ - Sandesh
  • Home
  • NRI
  • અબુ ધાબી: લોટરીમાં 7 ભારતીય માલામાલ, એકને મળ્યા રૂ.12 કરોડ

અબુ ધાબી: લોટરીમાં 7 ભારતીય માલામાલ, એકને મળ્યા રૂ.12 કરોડ

 | 4:34 pm IST

અબુ ધાબીમાં 7 ભારતીય માલામાલ થઇ ગયા છે. એક ને તો 12 કરોડ રૂપિયા મળ્યા છે જ્યારે 6 ભારતીયોને 17-17 લાખ રૂપિયા મળ્યા છે. જો કે આ પહેલો કેસ નથી જ્યારે કોઇ ભારતીયનું નસીબ અબુ ધાબીમાં લોટરીથી બદલાયું હોય.

થેંસિલસ બાબુ મૈથ્યુને 12 કરોડ રૂપિયા મળ્યા છે. તેમણે 030202 નંબરની બિગ ટિકિટ ખરીદી હતી. સોમવારના રોજ બમ્પર પ્રાઇઝની જાહેરાત કરાઈ. કુલ 8 વિજેતાઓની જાહેરાત કરાઈ છે. તેમાં 6 ભારતીયોને 17 લાખ રૂપિયા મળ્યા છે. બહરીનના એક વ્યક્તિને પણ 17 લાખ રૂપિયા મળ્યા છે.

આની પહેલાં જાન્યુઆરીમાં પણ બિઝનેસ ડેવલપર હરિ કૃષ્ણના અબુ ધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટને બિગ ટિકિટ લોટરીમાં 20.8 કરોડની ટિકિટ હાથ લાગી છે તેવી માહિતી મળી છે. હરિ કૃષ્ણનને આ સફળતા હાથ ત્યારે લાગી હતી જ્યારે તેમણે ત્રીજી વખત લોટરીની ટિકિટ ખરીદી.

હરિએ ત્યારે 8600 રૂપિયાની ટિકિટ બે વખત પહેલાં પણ ખરીદી હતી, પરંતુ તેમને લોટરીમાં સફળતા હાથ લાગી નહોતી. ત્રીજી વખતમાં તેમનું કિસ્મત બદલાઇ ગયું.

કેરળના અલપ્પુઝાના રહેવાસી હરિએ કહ્યું હતું કે જ્યારે ટિકિટ ખરીદી હતી ત્યારે મને આશા નહોતી કે જીતી જઇશ. પરંતુ ભગવાનની દુઆ છે કે હું નસીબદાર છું.

હરિએ કહ્યું હતું કે 2002થી જ યુએઇમાં પરિવારની સાથે રહે છે. હંમેશાથી સપનું રહ્યું છે કે પરિવારની સાથે દુનિયા ફરવાનું. લાગે છે કે લોટરીના પૈસાથી મારું આ સપનું પૂરું થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન