Indian Families like MPV Segment Car, Maruti Ertiga is most selling MPV
  • Home
  • Featured
  • આ સેગમેન્ટની કાર ભારતીય પરિવારોની બની પહેલી પસંદ, વેચાણમાં થઈ રહ્યો છે વધારો

આ સેગમેન્ટની કાર ભારતીય પરિવારોની બની પહેલી પસંદ, વેચાણમાં થઈ રહ્યો છે વધારો

 | 5:06 pm IST

ઓટો ક્ષેત્રમાં કોમ્પેક્ટ એસયુવી અને એમપીવી સેગમેન્ટમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. ભારતીય પરિવારોમાં મલ્ટી પર્પઝ વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. તે જ સમયે, આ સેગમેન્ટમાં નવી લોન્ચ સાથે માંગ પણ ઝડપથી વધી છે. ગયા વર્ષે આ સેગમેન્ટમાં 35 ટકાનો વધારો થયો છે અને 2.2 લાખ કારોનું વેચાણ થયું છે. આ કારની કિંમત છ લાખથી 25 લાખની વચ્ચે હતી.

ઓટો સેક્ટરમાં એમપીવી સેગમેન્ટની ભાગેદારી 5થી 8 ટકા છે અને બજારને 10 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે. કિઆ, મારુતિ સુઝુકી અને ટોયોટાની નવી લોન્ચથી આ સેગમેન્ટને વધુ સપોર્ટ મળશે. મીડિયા રિપોર્ટ મુજબ મારુતિ સુઝુકીની નવી અર્ટિગા કારની હિસ્સેદારી આ સેગમેન્ટમાં સૌથી વધુ છે જેનું માર્કેટ શેર 50.03 ટકાથી વધુ છે. જ્યારે એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં રેનો ટ્રાઇબરે 10 ટકા ભાગ પર કબજો કર્યો છે.

ટોયોટા ઇનોવાએ આ સેગમેન્ટમાં પ્રીમિયમ હિસ્સા પર કબજો કર્યો છે. જ્યારે મારુતિની XL6 અને મહિન્દ્રની મરાઝોએ મિડલ સેગમેન્ટ પર ધાક જમાવી છે. રિપોર્ટ પ્રમાણે એમપીવીમાં પેટ્રોલ વ્હિકલ્સની માગમાં વધારો થયો છે અને અનુમાન મુજબ આગામી 5થી 7 વર્ષોમાં 5 ટકાથી વધીને 35થી 38 ટકા સુધી પહોંચી શકે છે. ઉપરાંત મારુતિ અર્ટિગાના સીએનજી વેરિયન્ટએ પણ આમાં નવો વિકલ્પ ઉભો કર્યો છે. બજાર નિષ્ણાતોના અનુમાન મુજબ વધુ સ્પેસ, ફીચર્સ અને શાનદાર ડિઝાઇનના પગલે સેગમેન્ટ ઝડપથી બદલાઈ શકે છે.

આ વીડિયો પણ જુઓ: નવસારીમાં આવેલા પાંજરાપોળમાં લાડુનું કરાયું દાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન