Indian family reached London to see World Cup 25,000 km from Singapor
  • Home
  • Featured
  • આને કહેવાય ક્રિકેટ પ્રેમ, ભારતીય પરિવાર વર્લ્ડ કપ ફાઇનલ જોવા 25,000 KM કાર હંકારી પહોંચ્યો લંડન

આને કહેવાય ક્રિકેટ પ્રેમ, ભારતીય પરિવાર વર્લ્ડ કપ ફાઇનલ જોવા 25,000 KM કાર હંકારી પહોંચ્યો લંડન

 | 8:22 pm IST

ક્રિકેટ વિશ્વનો રોમાંચ હાલમાં તેની ચરમસીમાએ છે. સમગ્ર વિશ્વ હાલમાં ક્રિકેટની દિવાનગીમાં ઝુમી રહ્યું છે. સિંગાપુરમાં રહેતો એક ભારતીય પરિવાર ક્રિકેટની વર્લ્ડકપ ફાઇનલ મેચ નિહાળવા કારમાં 25 હજાર કિ.મી.નું અંતર કાપીને લંડન પહોંચ્યો હતો. 50 દિવસની કાર સફર, 17 દેશોની સીમા પાર કરીને પરિવાર પાંચ જુલાઇના રોજ લંડન પહોંચ્યો છે.છ જુલાઇના રોજ લીડ્સ ખાતે આ પરિવારે ભારત -શ્રીલંકા મેચ નિહાળી હતી.

ક્રિકેટ અને ડ્રાઇવિંગ સાથે આ પરિવાર ત્રણ પેઢીથી સંબંધ ધરાવે છે. સિગાપુરનો માથુર પરિવાર હાલમાં લંડનમાં છે. પરિવારના છ સભ્યો માત્ર ઇન્ડિયા ટીમને ચીયર કરવા માટે 17 દેશોની સરહદો પાર કરતાં સાત સીટર કારમાં 22,600 કિ.મી.નો પ્રવાસ ખેડયો છે.

સિંગાપુરથી લંડન સુધીની આ રોડ ટ્રીપમાં પરિવારના ત્રણ વર્ષથી 67 વર્ષના સભ્યો એમ ત્રણ પેઢી સામેલ છે. વિષવવૃત્ત રેખા પસાર કરીને આર્કટિક થઇને પરિવાર લંડન પહોંચ્યો છે. પરિવાર હવે ભારતની સેમી ફાઇનલ મેચનો આનંદ ઉઠાવવા તૈયાર છે માન્ચેસ્ટરમાં 9 જુલાઇના રોજ ન્યૂઝિલેન્ડ સામે આ સેમી ફાઇનલ મેચ રમાવાની છે.

અનપમ માથુરને ડ્રાઇવિંગનો શોખ છે. 10 વર્ષના હતા ત્યારે તેમણે વાંચ્યું હતું કે એક દંપતીએ કારમાં વિશ્વસફર કરી હતી. બસ ત્યારથી તેમને ડ્રાઇવિંગ સારૂ લાગે છે. ખાવાની વ્યવસ્થા પડકારરૂપ હોવાથી નવ બેગમાં રેડી ટુ ઇટ ફુડ સહિતની ખાદ્ય સામગ્રી ઇલેક્ટ્રીક સ્ટવ સાથે રાખ્યા હતા.

સિંગાપર ખાતેના ભારતીય રાજદૂતે આપી હતી લીલી ઝંડી

આ અનોખી યાત્રાને 17 મેના રોજ સિંગાપુર ખાતેના ભારતીય રાજદૂત જાવેદ અશરફે લીલી ઝંડી આપીને રવાના કરી હતી. પાંચ જુલાઇના રોજ આ પરિવાર બ્રિટનના લીડ્સ શહેર પહોંચ્યો હતો કે જેથી કરીને છ જુલાઇના રોજ તે ભારત – શ્રીલંકા મેચ જોઇ શકે. હવે આ પરિવારને સેમીફાઇનલ અને 14 જુલાઇનો રોજ રમાનારી ફાઇનલ મેચની પ્રતિક્ષા છે.

આ છે યાત્રાપથ

અનુપમ માથુર અને તેમનો પરિવારે સિંગાપુરથી કાર સફર શરૂ કરી હતી. મલેશિયા, લાઓસ. થાઇલેન્ડ, ભારત, ચીન,કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન, રશિયા,ફિનલેન્ડ, બેલ્જિયમ,જર્મની,ડેનમાર્ક, પ્રાન્સ,નેધરલેન્ડ અને સ્વીડન પસાર કરીને પરિવાર બ્રિટન પહોંચ્યો હતો. તેઓ 60 દિવસમાં 25 ૦૦૦ કિ.મી.નો પ્રવાસ કરવાનું લક્ષ્ય ધરાવે છે. પ્રવાસ દરમિયાન તેઓ 21 દેશ દેખી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન