Indian Farm Laborers Exploitation in Italty Farm Work
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘ભૂંડને ફેકાંતુ ખાવાનું ખાવા મજબૂર’, ઈટાલીમાં ભારતીય ખેતમજૂરો થાય છે આવાં અત્યાચારો

‘ભૂંડને ફેકાંતુ ખાવાનું ખાવા મજબૂર’, ઈટાલીમાં ભારતીય ખેતમજૂરો થાય છે આવાં અત્યાચારો

 | 2:53 pm IST
  • Share

ઈટાલીમાં ભારતીય ખેતમજૂરો પર કેવા અત્યાચાર થાય છે તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈટાલીમાં છ વર્ષ સુધી નરક જેવું જીવન જીવનાર ખેત મજૂર બલબીર સિંહ ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. બલબીર સિંહે પોતાના અનુભવ અંગે બતાવતા ઈટાલિયન શબ્દ ‘macello’નો ઉપયોગ કર્યો છે. જેનો મતલબ ખુબ જ વધારે અવ્યવસ્થા થાય છે. પણ આ શબ્દ વર્ણવે છે કે ભારતીય ખેતમજૂર કેવી પરિસ્થિતિનો સામનો કરે છે. છ વર્ષ સુધી બલબીરે લેટિના વિસ્તારમાં ગુલામો જેવું જીવન પસાર કર્યું છે. લેટિના રોમના દક્ષિણમાં એક ગ્રામીણ વિસ્તાર છે જે બલબીર જેવા હજારો ભારતીયોનું ઘર છે.

બલબીર સિંહે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, હું રવિવાર સહિત દિવસમાં બારથી તેર કલાક કામ કરતો હતો. જેમાં કોઈ રજા ન હતી, કે ન તો કોઈ આરામ મળતો હતો. તેઓએ કહ્યું કે, ખેત માલિકે તેને એક મહિનામાં 100થી 150 યુરો ($120 થી $175)ની ચૂકવણી કરતા, જે 50 સેન્ટ પ્રતિ કલાકથી પણ ઓછો છે. કૃષિ શ્રમિકો માટે કાનૂની રીતે ઓછામાં ઓછી રકમ 10 યુરો પ્રતિ કલાકની છે.

ફેંકેલુ ખાવાનું ખાવા મજબૂર

સ્થાનિક ભારતીય સમુદાયના નેતાઓ અને ઈટાલિન રાઈટ્સ એક્ટિવિસ્ટે ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી મદદની અપીલ કર્યા બાદ બલબીર સિંહને 17 માર્ચ 2017ના રોજ એક પોલીસ રેડ બાદ રેસ્ક્યૂ કર્યો હતો. અધિકારીઓએ તેને એક કારવાનમાં રહેતા હતા. જેમાં કોઈ ગેસ, ગરમ પાણી કે વીજળી ન હતી. તેનો માલિક જે ખાવાનું કચરામાં ફેંકી દેતો હતો કે પછી મરઘી કે ભૂંડને ફેંકી દેતો, બલબીર તે ખાવાનું ખાવા મજબૂર હતો. અને શૌચાલય માટે તેને ઘોડાના તબેલો ઉપયોગ કરવો પડતો હતો. અને તેને અવ્યવસ્થાને લઈને કોઈ ફરિયાદ કરવાની મંજૂરી ન હતી.

અનેક વખત માર માર્યો અને જાનથી મારવાની ધમકી આપી

બલબીરે કહ્યું કે, જ્યારે મને એક વકીલ મળ્યો જે મારી મદદ કરવા માટે તૈયાર હતો. તો માલિકે મને કહ્યું કે, તે મને મારી નાખશે અને જમીનમાં દાટી દેશે. તેની પાસે એક બંદૂક પણ હતી. બલબીરે કહ્યું કે, તેને અનેક વખત માર મરાયો હતો અને તેના ઓળખ પત્ર પણ છીનવી લીધા હતા. હવે બલબીરના માલિક પર શ્રમ શોષણનો કેસ ચાલી રહ્યો છે અને તે ગુપ્ત સ્થાને રહી રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રે 2018માં અનુમાન લગાવ્યું કે, ઈટાલીમાં 4 લાખથી વધારે ખેતમજૂરો પર શોષણ કરવામાં આવે છે અને લગભગ 1 લાખને અમાનવીય પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. બલબીરને મુક્ત કરનાર એક્ટિવિસ્ટ માર્કો ઓમિઝોલો કહે છે કે એગ્રો પોન્ટિનોમાં 25 હજારથી 30 હજાર ભારતીય હે છે જેમાં મોટાભાગના પંજાબના શીખ છે.

28 દિવસના બદલે ફક્ત 4 દિવસનો પગાર મળતો

એક ગેરકાનૂની સિસ્ટમ હેઠળ મજૂર ‘caporali’ના નિયંત્રણમાં રહે છે. ગેંગમાસ્ટર ભૂમિ માલિકો તરફથી ખેત મજૂરોની ભરતી કરે છે. તેમને કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવે છે. પણ તેઓના કામના ફક્ત એક હિસ્સાની જ ચૂકવણી કરવામાં આવે છે. ઓમિઝોલોએ કહ્યું કે, તમે 28 દિવસ કામ કરો પણ તે તમને સેલરી સ્લિપ પર ફક્ત ચાર માર્ક કરશે અને મહિનાના અંતે ફક્ત 200 કે 300 યુરો મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન