Indian Finally Get Share 325 Cr. Nizam Case
  • Home
  • Featured
  • ભારત જીતી ગયું નિઝામનો અધધ ;ખજાનો’, પાકિસ્તાનને ચૂકવવા પડ્યા આપણને પૈસા

ભારત જીતી ગયું નિઝામનો અધધ ;ખજાનો’, પાકિસ્તાનને ચૂકવવા પડ્યા આપણને પૈસા

 | 2:01 pm IST

હૈદ્રાબાદના નિઝામના પૈસાથી જોડાયેલો એક 70 વર્ષ જૂના કેસમાં આખરે હવે ચુકાદો આવ્યો છે. લંડનની એક બેન્કમાં અંદાજે સાત દાયકાથી પણ વધુ સમયથી સો કરોડ રૂપિયા ફસાયા હતા. હવે બ્રિટનમાં ભારતીય દૂતાવાસને લાખો પાઉન્ડ પોતાના આપણા હિસ્સા તરીકે મળ્યા છે. આ સિવાય પાકિસ્તાનને પણ ભારતને 26 કરોડ રૂપિયા આપવા પડ્યા છે. આ રકમ ભારત દ્વારા આ કેસને લડવામાં ખર્ચ કરાયેલા પૈસાના 65 ટકા છે.

લંડનમાં ભારત સરકારના અધિકારીઓએ આ અંગે અગ્રણી મીડિયાને જણાવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે બ્રિટનમાં હાઇ કમિશનને 35 મિલિયન પાઉન્ડ (325 કરોડ રૂપિયા) આપણા હિસ્સા તરીકે મળ્યા છે. આ રકમ 20મી સપ્ટેમ્બર 1948થી નેશનલ વેસ્ટમિંસ્ટર બેન્ક એકાઉન્ટમાં ફસાયેલા હતા. પાકિસ્તાને પણ આ પૈસા પર પોતાનો દાવો કર્યો હતો.

ભારતને કાયદાકીય ખર્ચ માટે કરાયેલી રકમ પણ મળી

ગયા વર્ષે ઑક્ટોબરમાં હાઇકોર્ટે ભારત અને મુકર્રમ જાહ (હેદ્રાબાદના 8મા નિઝામ)ના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો હતો. મુકર્રમ અને તેમના દીકરા ભાઇ મુફ્ફખમ જાહ પાકિસ્તાનની વિરૂદ્ધ લંડન હાઇકોર્ટમાં છેલ્લાં છ વર્ષથી આ કેસ લડી રહ્યા છે. બેન્કે પહેલાં જ આ પૈસા કોર્ટને ટ્રાન્સફર કરી દીધા હતા.

અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાને પણ ભારત સરકારને 2.8 મિલિયન (અંદાજે 26 કરોડ રૂપિયા) ચૂકવ્યા છે. આ ભારત દ્વારા લંડન હાઇકોર્ટમાં આ કેસ પર થયેલા ખર્ચનો 65 ટકા ખર્ચ છે. બાકીનો ઉપરનો ખર્ચ જે ભારતે પોતે ભોગવ્યો છે, તેના પર પણ હજુ વાતચીત ચાલી રહી છે. લંડનમાં એક ડિપ્લોમેટ સૂત્રોએ જણાવ્યું કે સમાચાર તો એવા મળ્યા છે કે પાકિસ્તાને બધા પૈસા ચૂકવી દીધા છે.

8મા નિઝામના વકીલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તેમના ક્લાયન્ટને પોતાના ભાગના પૈસા અને કેસને લડવામાં થયેલો 65 ટકા ખર્ચ પણ મળી ગયો છે. આપને જણાવી દઇએ કે ભારતને મળેલા 35 મિલિયન (325 કરોડ રૂપિયા) ખૂબ મોટી રકમ મનાય રહી છે. હવે આ પૈસા નવી દિલ્હીને મોકલી દેવાશે.

શું છે 70 વર્ષ જૂનો કેસ?

70 વર્ષ જૂનો વિવાદ 1 મિલિયન પાઉન્ડ અને 1 ગિન્નીનો છે જે 20 સપ્ટેમ્બર, 1948ના રોજ હૈદ્રાબાદ સરકારને તત્કાલીન નાણાંમંત્રી મૉઇન નવાજ જંગે મોકલ્યો. ત્યારબાદ આ પૈસા હૈદ્રાબાદ રાજ્યના તત્કાલીન નાણાંમંત્રી એ બ્રિટનમાં તત્કાલીન પાક હાઇ કમિશ્નર હબીબ ઇબ્રાહિમ રહીમટુલાને ટ્રાન્સફર થયો. આ ઘટના હૈદ્રાબાદ રાજ્યને પોતાના કબ્જામાં લેવાના સમયે થયો. ત્યારથી અત્યાર સુધીમાં આ રકમ વધીને 35 મિલિયન પાઉન્ડ થઇ ગઇ છે. ભારતે આ પૈસા પર એ કહેતા દાવો કર્યો કે 1965મા નિઝાનિમે આ પૈસા ભારતને આપ્યા હતા.

આ વીડિયો પણ જુઓ : કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવના સરકાર પર પ્રહાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન