Indian Government start clearing import consignments for Some Companies
  • Home
  • Business
  • એક તરફ Apps પર બેન બીજી તરફ ચીની આયાત પર છૂટ! આ કંપનીઓને સરકારે આપી મોટી રાહત!

એક તરફ Apps પર બેન બીજી તરફ ચીની આયાત પર છૂટ! આ કંપનીઓને સરકારે આપી મોટી રાહત!

 | 12:29 pm IST

ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદના કારણે કેન્દ્ર સરકારે ચીનથી આયાત થતી ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાની સાથે આયાત વેરામાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે ભારતમાં અન્ય દેશોની કંપનીઓનો વેપાર પણ પ્રભાવિત થયો છે. ત્યારે હવે સરકારે આવી કંપનીઓને મોટી રાહત આપતા ચીની આયાતની મંજૂરી આપી છે. એમ મીડિયા સૂત્રોથી માહિતી મળી છે.

એક ખાનગી મીડિયા રિપોર્ટ મુજબ ડેલ(DELL), એચપી (HP), એપ્પલ (Apple), સિસ્કો (Cisco) અને સેમસંગ (Samsung) જેવી કંપનીઓને રાહત આપતા સરકારે દિલ્હી અને ચેન્નઈમાં આ અકમોને આયાત માટે મંજૂરી આપી છે. આ કંપનીઓએ કેન્દ્ર સામે આયાત પ્રકૃતિ અંગે માહિતી આપતા વધુ તપાસ માટે સમંતિ દાખવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ ટોચ લેવલના આયાતકારોને 100 ટકા તપાસ પરીક્ષણ માટે છૂટ આપવામાં આવી છે.

જે આયાતકારો AEO-T3 કેટેગરીના માપદંડોને પૂર્ણ કરશે તેમણે આ રાહત મળશે. આ રાહત માટે 11 કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. આયાતકારો અને નિકાસકારોને AEO-T1, AEO-T2 અને AEO-T3 ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યા છે. જેમાં AEO-T3 કાયદા અને સુરક્ષા માપદંડોના ઉચ્ચસ્તરને દર્શાવે છે. રિપોર્ટ મુજબ એપ્પલ, ડેલ, એચપી અને સિસ્કોના પ્રોડક્ટ ભારત અને ચીન તણાવના કારણે ભારતીય પોર્ટ પર ફસાયા હતા. કારણ કે ત્યાંથી જ ચીની આયાત થતી હોય છે. કસ્ટમ અધિકારીએ કથિત રીતે ચીનથી આવેલ માલસામાનના કંટેનરોને રોક્યા હતા અને અધિકૃત ક્લિયરેન્સના પેપર માંગ્યા હતા.

આ વીડિયો પણ જુઓ: વિધાનસભા પેટા ચૂંટણીને લઈ પાટનગરમાં ભાજપની કવાયત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન