Indian Government stric Foreign investment rules after china issue
  • Home
  • Business
  • દેશમાં ‘ડ્રેગન’ને ગુડબાય કહેવાની તૈયારી! કેન્દ્રની મોદી સરકાર હવે એક્શન મોડમાં, લીધો આ નિર્ણય!

દેશમાં ‘ડ્રેગન’ને ગુડબાય કહેવાની તૈયારી! કેન્દ્રની મોદી સરકાર હવે એક્શન મોડમાં, લીધો આ નિર્ણય!

 | 2:01 pm IST

દેશમાં ચીની કંપની અને ચીની માલસમાનના બહિષ્કારની ઝુંબેશ સતત ઉગ્ર બની રહી છે. કેન્દ્ર સરકારે પણ 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મકીને દેશવાસીઓને આ ઝુંબેશ માટે પ્રોત્સાહન આપ્યું છે. ત્યારે હવે કેન્દ્રની મોદી સરકાર વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ સરકારના નિર્ણય બાદ ભારતમાં ચીની કંપનીઓના રોકાણ કરવાના પ્લાનને મોટો ઝટકો લાગી શકે છે. રિપોર્ટ પ્રમાણે સરકારે દેશમાં ચીની કંપનીઓની એન્ટ્રીને રોકવા માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જે હેઠળ આવનાર સમયમાં આવું કરી શકાશે. માહિતી મુજબ લગભગ 50 ચીની કંપનીઓ દ્વારા ભારતમાં અથવા ભારતીય કંપનીઓમાં રોકાણ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, એપ્રિલ મહિનામાં સરકાર દ્વારા નવા નિયમ હેઠળ એવા દરેક રોકાણની સ્ક્રીનિંગ કરવામાં આવશે જે ભારતથી જોડાયેલ સરહદ પારથી આવી રહ્યું છે.

ચીને નિયમોને ગણાવ્યા હતા અયોગ્ય:

રિપોર્ટ પ્રમાણે નવા નિયમોની હેઠળ ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને અફઘાનિસ્તાન શામેલ છે. આ નિયમોની સૌથી વધુ અસર ચીન પર જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે ચીને આ નિયમોને પહેલા અયોગ્ય ગણાવ્યા હતા. લદ્દાખ ખાતે ગલવાન ખીણ પર થયેલ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની હિંસક ઝડપમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. જેના પછી બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે. દેશમાં લોકોમાં ચીન સામે ગુસ્સો છે. તેથી સરકારે પણ કડક વલણ અપનાવતા હવે રોકાણ પ્રસ્તાવના નિયમોને ઘણા કડક બનાવ્યા છે.

ચીન ખાતે ભારતીય દૂતાવાસ સહિત ભારતની ઘણી એજન્સીઓ ચીનના રોકાણકારો સાથે વાત કરી રહી છે અને રોકાણનો ઉદ્દેશ્ય શું છે તે જાણવાની કોશિશ કરી રહી છે. સૂત્રો મુજબ ફૂડ ડિલિવરી એપ ઝોમેટોને મળનારી 10 કરોડ ડોલરની ફંડિંગ પર પણ આ તંગદિલીની અસર જોવા મળી રહી છે.

આ વીડિયો પણ જુઓ: બનાસકાંઠા ખેડૂતો ને કેનાલ જાતે જ રીપેર કરવાનો વારો આવ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન