Indian Government will be Ban more 47 chinese apps soon
  • Home
  • Featured
  • ચીન પર ભારતની બીજી ડિજિટલ સ્ટ્રાઇક, હવે વધુ 47 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

ચીન પર ભારતની બીજી ડિજિટલ સ્ટ્રાઇક, હવે વધુ 47 એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

 | 12:07 pm IST

ચીન પર ભારત સરકારે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. ભારત સરકારે ચીનની વધુ 47 એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોથી જાણ થઈ છે. આ પહેલા ભારત સરકારે 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રતિબંધિત એપ્સમાં મોટા ભાગે ક્લોનિંગવાળી એપ્સ શામેલ છે. એટલે કે આ એપ્સ થોડા સમય પહેલા બેન કરાયેલ એપ્સના ક્લોન તરીકે કામ કરી રહી હતી. આ એપ્સ પર યુઝર્સના ડેટાને જોખમ હોવાનો આરોપ છે. ભારતે ચીની એપ્સ વિરુદ્ધ કાર્યવાહી ગલવાન ખીણમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલ ઝડપ બાદ શરૂ કરી હતી. જો કે, આપને જણાવી દઈએ કે હાલ આ અંગે ગૃહ મંત્રાલય દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

પરંતુ એક આધિકારિક સૂત્રે જણાવ્યું કે ચીની એપ્સનું સતત રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે અને એ જાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે કે આ એપ્સને ફંડિંગ ક્યાંથી મળી રહ્યું છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે અમુક એપ્સ તો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હોવની જાણ થઈ છે. જ્યારે અમુક એપ્સ ડેટા શેયરિંગ અને ગોપનિયતાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.

PUBG સહિત ચીનની 275 એપ્સની લિસ્ટ બની:

સૂત્રો મુજબ જે કંપનીઓનું સર્વર ચીનમાં છે તેમના પર પહેલા રોક લગાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 275 ચીની એપ્સમાં લોકપ્રિય ગેમિંગ એપ્સ PUBG પણ શામેલ છે. જે ચીનના વેલ્યૂએબલ ઇન્ટરનેટ Tencentનો ભાગ છે. સાથે આમાં Xiaomiની Zili એપ, ઇ-કોમર્સ Alibabaની Aliexpress એપ, Resso એપ અને Bytedanceની ULike એપ શામેલ છે. માહિતી મુજબ સરકાર જલદી આ 275 ચીની એપ્સ અથવા આમાંથી અમુક એપ્સને બેન કરે એવી વકી છે.

આ વીડિયો પણ જુઓ: મહામારી વચ્ચે કાપડ ઉદ્યોગને ઉભો કરવા પ્રયાસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન