Indian Govt Plan For go ahead to after Lockdown?
  • Home
  • Corona live
  • કોરોના: શું ખત્મ થઇ જશે 14મી એપ્રિલ બાદ લોકડાઉન? આ છે મોદી સરકારનો પ્લાન

કોરોના: શું ખત્મ થઇ જશે 14મી એપ્રિલ બાદ લોકડાઉન? આ છે મોદી સરકારનો પ્લાન

 | 9:26 am IST

એકબાજુ કોરોનાની સામે દેશમાં લાગૂ સંપૂર્ણ લોકડાઉન પોતાના અંતિમ પડાવની તરફ વધી રહ્યું છે તો બીજુબાજુ દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. દરરોજ મોતનો ગ્રાફ પણ ખૂબ ઉંચો થયો છે. એવામાં હવે સૌને મોટી ચિંતા જ્યાં કોરોનાના પ્રકોપથી બચવાનો છે તો બીજીબાજુ બધાના મોઢે એક જ વાત છે કે આખરે 14મી એપ્રિલના રોજ લોકડાઉનનો પીરિયડ થયા બાદ શું થશે? શું દેશવાસીઓ પોતાના ઘરમાંથી બહાર નીકળી શકશે કે તેમણે આગળ પણ હજુ લોકડાઉન જેવી સ્થિતિમાંથી જ પસાર થવું પડશે.

દેશવાસીઓની સાથે તમામ પ્રશ્નો પર સરકારોમાં પણ મંથન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરી ચૂકયા છે. મુખ્યમંત્રીઓ સાથેથી બેઠકમાં પણ કહ્યું હતું કે જિલ્લા પ્રશાસનના રિપોર્ટના આધાર પર લોકડાઉન પર પ્લાન મોકલો. આ પ્રકારની તમામ માહિતીઓનું મૂલ્યાંકન કર્યા બાદ કેન્દ્ર સરકાર એક ડ્રાફ્ટ બનાવાની તૈયારીમાં છે કે આખરે લોકડાઉ પર આગળ શું કરાય.

અગ્રણી મીડિયાના રિપોર્ટમાં સામે આવ્યું કે કેન્દ્ર સરકાર લોકડાઉનના રિઝલ્ટથી સંતુષ્ટ છે અને તમામ બાબતો પર વિચાર કરીને શકય દરેક પગલાં ઉઠાવી રહ્યું છે.

શું હટશે લોકડાઉન?

સરકારનો પ્લાન છે કે લોકડાઉન અલગ-અલગ તબક્કામાં હટાવામાં આવે. એટલે કે 24મી માર્ચના રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા દેશમાં એક સાથે 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉની જાહેરાત કરી હતી. એ તર્જ પર 14મી એપ્રિલ બાદ આખા દેશમાંથી એક સાથે લોકડાઉન ખત્મ થવાની સંભાવના નથી તેવું સરકારી સૂત્રોનું કહેવું છે. તેના પર સરકારની યોજના છે કે જે વિસ્તાર કોરોના વાયરસથી સંક્રમિત છે ત્યાં લોકડાઉન ચાલુ રાખવામાં આવે અને ભવિષ્યમાં જ્યાં કોરોના ફેલાવાની આશંકા છે તે વિસ્તારોમાં લોકડાઉન ચાલુ રાખવાની સરકારની યોજના છે.

શકય છે કે 14મી એપ્રિલ બાદ કેટલાંક વિસ્તારોમાં લોકડાઉન ખત્મ કરી દેવામાં આવે પરંતુ સરકારે કોરોનાના મારથી બચાવ માટે તેનો વૈકલ્પિક રસ્તો પણ તૈયાર કર્યો છે. સરકાર એ વાતની યોજના બનાવી રહ્યું છે કે લોકડાઉન હટાવાની સ્થિતિમાં પણ કલમ 144ને લાગૂ રાખવામાં આવે જેથી ભીડ એકઠી ના થવા લાગે અને કોરોનાનો ફેલાતો ખતરો લોકડાઉન બાદ પણ વધે નહીં.

કહેવાય છે કે આ તમામ મુદ્દાઓ પર રાજ્ય સરકારો પાસેથી હજુ એકશન પ્લાન આવવાનો બાકી છે. આ સપ્તાહના અંત સુધીમાં જિલ્લા પ્રશાસનોના મૂલ્યાંકનના આધાર પર તમામ રાજ્ય પોત-પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે તેના આધાર પર મોદી સરકાર રોડમેપ તૈયાર કરશે.

આ વીડિયો પણ જુઓ : દેશમાં કોરોના વાયરસથી 4778 લોકો સંક્રમિત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન