સમલૈગિંક પાર્ટનર સાથે રહેવા પત્નીની હત્યા કરનાર ભારતીય પતિ દોષિત જાહેર - Sandesh
  • Home
  • NRI
  • સમલૈગિંક પાર્ટનર સાથે રહેવા પત્નીની હત્યા કરનાર ભારતીય પતિ દોષિત જાહેર

સમલૈગિંક પાર્ટનર સાથે રહેવા પત્નીની હત્યા કરનાર ભારતીય પતિ દોષિત જાહેર

 | 6:43 pm IST

ઉત્તર ઇંગ્લેન્ડના મિડલબરોમાં રહેનારા ભારતીય મૂળના મિતેષ પટેલ (37)ને અદાલતે પત્ની જેસિકા (34)ની હત્યાનો દોષિત માન્યા છે. જેસિકાનો મૃતદેહ આ વર્ષે મે મહિનામાં તેના ઘરમાંથી જ મળી આવ્યો હતો. કેસમાં હજી ગયા મહિને જ સુનાવણી શરૂ થઈ હતી અને મંગળવારે કોર્ટે ચુકાદો આપી દીધો હતો. મિતેષ પોતાના સમલૈંગિક પુરુષમિત્ર સાથે રહેવા માગતો હતો. સમલૈંગિકોના ડેટિંગ એપ ગ્રાઇન્ડર પર મિતેષની મુલાકાત પોતાના પુરુષમિત્ર સાથે થઈ હતી.

વ્યવસાયે ફાર્માસિસ્ટ રહેલી જેસિકાના શરીર પર ઊંડા ઘા જોવા મળ્યા હતા. તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. મિતેષ હત્યાના આરોપોને સતત ઇનકારતો રહ્યો હતો. જસ્ટિસ જેમ્સ ગોસે આ કેસમાં આજીવન કેદની સજા અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું કે આરોપી મિતેષ પટેલે પત્નીનું મૃત્યુ થતાં રૂપિયા 20 લાખ પાઉન્ડની જીવન વીમાની રકમ મેળવવા દાવો પણ કર્યો હતો. મિતેષ ઓસ્ટ્રેલિયામાં રહેતા પોતાના પ્રેમી ડો. અમિત પટેલ સાથે રહેવા માગતો હતો. કોર્ટે કહ્યું કે મિતેષે પત્ની સાથે દગો કર્યો હતો. તે ગ્રાઇન્ડર એપ પર એક સમલૈંગિક પુરુષના સંપર્કમાં આવ્યો હતો. ઇન્ટરનેટ ર્સિંચગ કરતાં હજી એક મહિના પહેલાં જ જાણકારી મળી હતી કે મિતષે પત્નીની હત્યા માટે અનેક ષડ્યંત્ર કર્યા હતા.

ચેટિંગ કરતાં મિતેષે લખ્યું હતું કે,’ હું મારી પત્નીની હત્યા કરવા માગું છું. શું ઇન્સ્યુલિનનો મોટો ડોઝ આપી શકાય? મારે કાવતરામાં ભાગ લેવા એક અન્ય વ્યક્તિની જરૂર છે. બ્રિટનમાં એક હત્યારો જોઈએ. કોઈકને મારી નાખવા કેટલા મિથાડોનની જરૃર પડે? ‘

મિતેષ તપાસ દરમિયાન સતત ખોટું બોલતો રહ્યો હતો. મિતેષે ડો. અમિત સાથે ચેટિંગ કરતાં લખ્યું હતું કે પત્નીના ગણતરીના દિવસ બચ્યા છે. પરંતુ પોલીસ સમક્ષ સતત પોતે નિર્દોષ હોવાનો દાવો કરતો રહ્યો હતો.

કઈ રીતે થઈ હતી હત્યા?
સરકારી વકીલે તે બાબતના પુરાવા રજૂ કર્યા હતા કે મિતેષેે પોતે જ જેસિકાને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપ્યા પછી તેને બાંધી દીધી હતી. તે પછી જેસિકાને સુપર માર્કેટ બેગમાં નાખી દીધી હતી. ત્યાં શ્વાસ રૃંધાતા તેનું મૃત્યુ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન