Indian Indices get support from Global Market positive cues
  • Home
  • Business
  • વૈશ્વિક પોઝિટિવ સંકેતોને પગલે ઘરેલુ શેરબજારને સપોર્ટ, સેન્સેક્સ-નિફ્ટીની ફ્લેટ શરૂઆત

વૈશ્વિક પોઝિટિવ સંકેતોને પગલે ઘરેલુ શેરબજારને સપોર્ટ, સેન્સેક્સ-નિફ્ટીની ફ્લેટ શરૂઆત

 | 9:34 am IST

ગ્લોબલ માર્કેટમાં પોઝિટિવ વલણ રહેતા આજે ઘરેલુ શેર માર્કેટમાં પણ હળવી તેજી જોવા મળી છે. બીએસઈ બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ બુધવારના બંધ 30,818ની સામે આજે 30,904 પર ખુલી હાલ 113 અંક અથવા 0.33 ટકા વધીને 30,920 નજીક કારોબાર કરી રહ્યો છે.

જ્યારે નિફ્ટી 50 આંક પણ ગઈકાલના બંધ 9,066ની સામે આજે 9,079 પર ખુલી હાલ 33 અંક અથવા 0.39 ટકાના નજીવા વધારા સાથે 9,104 નજીક ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો હાલ ઇન્ડેક્સ 155 અંક ઉછળીને 17,996 નજીક બોલાઈ રહ્યો છે. બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.89 ટકા અને 0.68 ટકા વધીને કારોબાર કરી રહ્યા છે.

વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે બીએસઈ પર ઓઇલએન્ડગેસ, પાવર અને પીયુસી સેક્ટરને છોડી અન્ય સેક્ટર્સમાં પોઝિટિવ વલણ જોવા મળી રહ્યા છે. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો બુધવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ 1.52 ટકા, નેસ્ડેક 2.08 ટકા અને S&P 500 1.67 ટકા ઉછળીને સેટલ થયા છે. ઉપરાંત, એશિયન માર્કેટમાં શાંઘાઈ નિફ્ટી 0.04 ટકા, હેંગસેંગ 0.04 ટકા ગગડીને કારોબાર કરી રહ્યા છે. જ્યારે શાંઘાઈ કંમ્પોઝિટ 0.05 ટકા અને કોસ્પીમાં 0.43 ટકાનો વધારો નોંધાયો છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં બસ ચાલકે મુસાફરોને રઝળાવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન