Indian killed in Dubai in cooking gas leak explosion
  • Home
  • NRI
  • દુબઇમાં બ્લાસ્ટ: દીકરીને ટ્યુશન-કલાસીસમાંથી લઇ પરત ફરતાં NRIનું મોત

દુબઇમાં બ્લાસ્ટ: દીકરીને ટ્યુશન-કલાસીસમાંથી લઇ પરત ફરતાં NRIનું મોત

 | 2:20 pm IST

દુબઇમાં એક એપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં ગેસ પાઇપ વિસ્ફોટ થતા 47 વર્ષના ભારતીય પ્રવાસીનું મોત થયું છે. ખલીજ ટાઇમ્સના મતે મનખૂલ સ્થિત અલ ઘુરૈર બિલ્ડિંગના એપાર્ટમેન્ટના છઠ્ઠા માળ પર વિસ્ફોટ શનિવારના રોજ એ સમયે થયો જ્યારે એક મિકેનિક ગેસ લીકને રિપેર કરવાની કોશિષ કરી રહ્યા હતા.

દુબઇ પોલીસે ટ્વીટર પર આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે રાંધણ ગેસ લીકેજના લીધે થયેલા બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું અને 3 બીજા લોકો ઘાયલ થયા. દુબઇ પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અન તમામ ઘાયલ એશિયન નાગરિકોને રાશિદ હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા હતા. મૃતકના પત્નીએ કહ્યું કે વિસ્ફોટ અમારા ઘરની બાજુમાં એ સમયે થયો જ્યારે મારી નાની દીકરીને સાથે હું બેઠી હતી અને મારા પતિ મારી મોટી દીકરીને ટ્યુશન કલાસીસમાંથી લઇને પાછા આવી રહ્યા હતા.

મૃતકના પત્નીએ કહ્યું કે બાજુના એપાર્ટમેન્ટમાં અચાનક વિસ્ફોટ થયો. તેની અસર અમારા એપાર્ટમેન્ટ પર પણ પડી. છત તૂટી ગઇ અને ચારેયબાજુ કાટમાળ હતો. મારા પતિ પર એક મોટો દરવાજો તૂટી પડ્યો. વિસ્ફોટના લીધે તેમને કેટલીય ઇજા પહોંચી અને મારી મોટી દીકરીના પગમાં પણ ઇજા થઇ હતી.

મૂળ લખનઉના રહેવાસી પરિવાર મૃતદેહને ઝડપથી ભારત પરત લાવવા માંગે છે. દુર્ઘટનનાના જવાબમાં દુબઇ સ્થિત ભારતીય મહાવાણિજય દૂતાવાસે એક ટ્વીટ કરીને કહ્યું કે અમે પીડિત પરિવાર અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ. અમે પરિવારના પ્રત્યે અમારી ગંભીર સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આશ્વાસ્ત કરવા માંગીએ છીએ કે અમે દરેક પ્રકારની મદદ કરીશું.

આ વીડિયો પણ જુઓ – કોંગ્રેસ ડૂબતુ વહાણ છે સાંસદ કિરીટ સોલંકી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન