ભારતીય મહિલા દિવ્યા સૂર્યદેવડા અમેરિકાની આ કંપનીમાં બનશે CFO - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ભારતીય મહિલા દિવ્યા સૂર્યદેવડા અમેરિકાની આ કંપનીમાં બનશે CFO

ભારતીય મહિલા દિવ્યા સૂર્યદેવડા અમેરિકાની આ કંપનીમાં બનશે CFO

 | 2:55 pm IST

કોર્પોરેટ ક્ષેત્રે વધુ એક ભારતીય મહિલા કાઠું કાઢવા જઈ રહી છે. જેને પગલે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. જનરલ મોટર્સ (GM) એ ભારતીય કોર્પોરેટ દિવ્યા સૂર્યદેવડાને આ જવાબદારી સોંપી છે. દિવ્યા કંપનીના કોર્પોરેટ ફાયનાન્સ વિભાગની ઉપાધ્યક્ષ છે. તે 1 સપ્ટેમ્બર 2018ના રોજ પદભાર ગ્રહણ કરશે. જનરલ મોટર્સ અમેરિકાની નંબર 1 કંપની છે.

ન્યૂયોર્કમાં રહે છે પરિવાર
દિવ્યાનો પરિવાર (પતિ અને પુત્રી) ન્યૂયોર્કમાં રહે છે. જ્યારે પરિવાર સાથે મળવાનું થાય છે તો તે ડેટ્રોયટથી ન્યૂયોર્ક આવે છે. દિવ્યાને નવી જવાબદારી ચક સ્ટીવેંસની નિવૃતિ સાથે મળી. સ્ટીવેંસ જીએમ સાથે ગત 40 વર્ષથી કામ કરી રહ્યા હતા. તે જાન્યુઆરી 2014માં સીએફઓ બન્યા હતા.

39 વર્ષીય દિવ્યાએ જીએમના ઘણા મોટા તથા મહત્વપૂર્ણ સોદામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેનાથી કંપનીના પુનગઠનની પ્રક્રિયાને ખૂબ મજબૂતી મળી શકે છે. તેમાં કંપનીની યૂરોપીય એકમનો મામલો હોય કે પછી ક્રૂઝના અધિગ્રહણનો. બંને સોદા કંપની માટે મહત્વપૂર્ણૅ હતા. તેમની ભૂમિકામાં જ જાપાનના સોફ્ટ બેંકે કંપનીમાં 2.25 અરબ ડોલરનું રોકાણ કર્યું.

13 વર્ષથી કંપની સાથે
ડેટ્રોયલ સ્થિત કંપનીમાં દિવ્યા 13 વર્ષથી કામ કરી રહી છે. તેમણે કંપનીની રેટિંગ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેનાથી કંપનીની ક્રેડિટ સુધારી વધારીને 14.5 અરબ ડોલર પર પહોંચી ગઇ. જુલાઇ 2017માં તેમણે કંપનીના કોર્પોરેટ ફાયનાન્સ વિભાગના ઉપાધ્યક્ષ બનાવ્યા. આ સાથે જ તેમને રોકાણકારોને પ્રોત્સાહનની જવાબદારી પણ સોંપવામાં આવી. 2016માં તેમને ઓટોમોટિવ ક્ષેત્રની ‘રાઇઝિંગ સ્ટાર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. ભારતમાં કોલેજનો અભ્યાસ પુરો કર્યા બાદ દિવ્યા અમેરિકા જતી રહી હતી. તે સમયે તે 22 વર્ષની હતી. તેમણે ત્યાં જઇને હાર્વર્ડમાં અભ્યાસ કર્યો. પહેલી નોકરી યૂબીએસમાં મળી હતી. તેના એક વર્ષ બાદ તે જીએમમાં આવી ગઇ.