Indian Lady Padma Lakshmi Appointed Undp's Goodwill Ambassador
  • Home
  • Featured
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ભારતીય મૂળની મહિલા બની UNDPની ગુડવિલ એમ્બેસેડર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ભારતીય મૂળની મહિલા બની UNDPની ગુડવિલ એમ્બેસેડર

 | 3:43 pm IST

ભારતીય મૂળની ટીવી સ્ટાર અને ફૂડ એક્સપર્ટ પદ્મા લક્ષ્મીને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની નવી ગુડવિલ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવી છે. આ મામલે તેણી વૈશ્વિક સ્તર પર અસમાનતા અને ભેદભાવ વિરુદ્ધ લડાઇમાં એજન્સીનું સમર્થન કરશે. યૂએનડીપીએ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ગુરવારના રોજ લક્ષ્મીને નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.

એમી પુરસ્કાર માટે જાણીતી ટીવી હસ્તી અને પુરસ્કાર વિજેતા લેખિકા પદ્મા લક્ષ્મી પોતાની આ નવી ભૂમિકા સાથે અસમાનતા અને ભેદભાવ વિરુદ્ધ લડાઇ લડશે અને વંચિતોને સશક્ત બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરીને સતત વિકાસ લક્ષ્યો પ્રતિ સર્મથન મેળવવાનું કામ કરશે.

આ મામલે યૂએનડીપીમાં પ્રશાસક અચિમ સ્ટીનરએ ‘ગુડવિલ એમબેસેડર’ તરીકે લક્ષ્મીના નામની જાહેરાત કરી છે. લક્ષ્મીએ યૂએનડીપી દ્રારા આયોજીત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આપણે જ્યારે આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવી રહ્યા છીએ, તો એ સમયે આપણે એ વાત યાદ રાખવી જોઇએ કે મહિલાઓ અને છોકરીઓને વિશ્વભરમાં સર્વાધિક ભેદભાવ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

આ મામલે તેણી જણાવે છે કે યૂએનડીપીના ગુડવિલ એમબેસેડર તરીકે હું એ વાત પર ધ્યાન ખેચીશ કે અસમાનતા અમીર અને ગરીબ દેશોને સમાન રૂપથી પ્રભાવિત કરે છે. લક્ષ્મી વધુમાં ઉમેરે છે કે ઘણા દેશ ગરીબી ઘટાડવામાં સફળ રહ્યા છે, પરંતુ અસમાનતામાં હજી ફેરફાર કરવાના બાકી છે.