Indian legendary actress Madhubala had major Illness
  • Home
  • Entertainment
  • Bollywood
  • લોકપ્રિય અને સુંદર એક્ટ્રેસને હતી ગંભીર બીમારી, 9 વર્ષ એકાકી રહ્યા બાદ થયું કમકમાટીભર્યું મોત

લોકપ્રિય અને સુંદર એક્ટ્રેસને હતી ગંભીર બીમારી, 9 વર્ષ એકાકી રહ્યા બાદ થયું કમકમાટીભર્યું મોત

 | 5:55 pm IST

હિન્દી સિનેમામાં સૌથી ખુબસૂરત અભિનેત્રી મધુબાલાની આજે પુણ્યતિથિ છે. મધુબાલાનું બાળપણનું નામ ‘મુમતાજ જહાં દેહલવી’ હતું. તેમના પિતાનું નામ અતાઉલ્લાહ અને માતાનું નામ આયશા બેગમ હતું. 23 ફેબ્રુઆરી 1969ના રોજ હૃદયની બીમારીના કારણે માત્ર 36 વર્ષની ઉંમરમાં જ હિન્દી ફિલ્મોની સૌથી સુંદર અભિનેત્રીએ દુનિયાને અલવિદા કહ્યું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ જન્મથી જ મધુબાલાના હૃદયમાં છિદ્ર હતું અને ડોક્ટરો મુજબ આ બીમારીમાં તેમણે વધુ આરામ કરવાની જરૂર હતી. પરંતુ ઘરની આર્થિક સ્થિતિ તંગ રહેતા તેમણે કામ કરવું પડ્યું. મધુબાલાની સુંદરતા અને લોકપ્રિયતા એવી જબરદસ્ત હતી કે તે સમયે ઓસ્કર એવોર્ડ વિનર ડાયરેક્ટર ફ્રેંક કાપરા મધુબાલાને હોલિવૂડમાં બ્રેક આપવાનું મન બનાવ્યું હતું. પરંતુ મધુબાલાએ ઇન્કાર કર્યો હતો.

રિપોર્ટ પ્રમાણે મધુબાલાએ તેમના ફિલ્મ કરિયરની શરૂઆત વર્ષ 1942ની ફિલ્મ ‘બસંત’થી કરી હતી. આ ફિલ્મ ઘણી સફળ રહી. ત્યાર બાદ તેમણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ આ દરમિયાન તેમની બીમારી પણ વધી રહી હતી. રિપોર્ટ મુજબ મધુબાલાને માત્ર હૃદયમાં છિદ્ર જ નહોતું પરંતુ ફેફસાંની બીમારી પણ હતી. ઉપરાંત અન્ય એક એવી ગંભીર બીમારી હતી જેમાં શરીરમાંથી વધુ માત્રામાં લોહી વહેતું હતું અને આ લોહી તેમની નાક અને મોઢામાંથી બહાર આવતું હતું.

મધુબાલા તેની માંદગીથી એટલી હદ્દે પકડમાં આવી ગયા હતા કે તેઓ નવ વર્ષ સુધી પથારીમાં જ રહ્યા હતા. આ દરમિયાન તેઓ જીવનમાં એકલા રહ્યા. મીડિયા રિપોર્ટ મુજબ બીમારીના આ નવ વર્ષ દરમિયાન માત્ર ગણતરીના લોકો તેમના હાલચાલ પૂછવા આપવા હતા.

આ વીડિયો પણ જુઓ: ટ્રમ્પના પ્રવાસને લઈને પોલીસ સુરક્ષા સઘન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન