ભારતીય યુવકની અમેરિકામાં હત્યા, ગર્લફ્રેન્ડના એક તરફી પ્રેમમાં પાગલ હતો આરોપી – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતીય યુવકની અમેરિકામાં હત્યા, ગર્લફ્રેન્ડના એક તરફી પ્રેમમાં પાગલ હતો આરોપી

ભારતીય યુવકની અમેરિકામાં હત્યા, ગર્લફ્રેન્ડના એક તરફી પ્રેમમાં પાગલ હતો આરોપી

 | 10:00 pm IST
  • Share

મધ્ય પ્રદેશના ભોપાલના રહેવાસી એક યુવકની અમેરિકાના સેંટ લુઈસમાં ગોળી મારીને હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. અમેરિકન પોલીસે 23 વર્ષના કોલ જે મિલર નામના આરોપીની ધરપકડ કરી છે. તો ભોપાલમાં મૃતકનો પરિવાર પોતાના દીકરા માટે ન્યાય માંગી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે સ્થાનિક પોલીસે જાણકારી આપી છે કે હત્યાનો આરોપી શરીફ રહમાન ખાનની ગર્લફ્રેન્ડની નજીક થવા ઇચ્છતો હતો. આ કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો.

તો ભોપાલના સુભાષ નગરમાં રહેનારી શરીફની મા રૂખસાનાના આંસૂ થંભવાનું નામ નથી લઈ રહ્યા. તેમને ક્યારેય અંદાજો નહોતો કે, સોનેરી સપનાઓની આશા લઇને સાત સમુદ્ર પાર જનારો તેમનો દીકરો ક્યારેય પાછો નહીં આવે. 30 વર્ષના શરીફ રહમાન ખાનની અમેરિકાના સેન્ટ લુઈસની 23 વર્ષના કોલ જે મિલરે હત્યા કરી દીધી, ત્યારબાદથી પરિવારની હાલત ખરાબ છે. લગભગ 6 વર્ષ પહેલા શરીફ સોફ્ટવેર એન્જિનિયર તરીકે સેન્ટ લુઈસમાં નોકરી કરવા ગયો હતો.

શરીફ દર વર્ષે ઈદ પર ઘરે આવતો હતો. શરીફના મોટાભાઈ મુજીબ રહમાન ખાને જણાવ્યું કે, શરીફના દોસ્તોએ ફોન કરીને જણાવ્યું હતુ કે શરીફને ગોળી મારવામાં આવી છે અને તેનું મોત થઈ ગયું છે. શરીફનું મોત થવા પર તેનો પરિવાર તેને અંતિમ વાર જોવા માટે અમેરિકા પણ ના જઇ શક્યો. સેન્ટ લુઈસમાં જ શરીફને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યો અને આ બધું પરિવારે ભોપાલમાં વિડીયો કૉલ દ્વારા Live જોયું. પરિવાર પોતાના દીકરા માટે ન્યાય માંગી રહ્યો છે.

આ વિડીયો પણ જુઓ: સુરતના મહિધરપુરામાં 8 શેરીઓ બંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન