Indian Man Extradited From Singapore To US For Role In Call Center Fraud
  • Home
  • Featured
  • સિંગાપુરમાં કોલસેન્ટર કૌભાંડ આચરવા બદલ ગુજરાતીનું અમેરિકામાં પ્રત્યર્પણ

સિંગાપુરમાં કોલસેન્ટર કૌભાંડ આચરવા બદલ ગુજરાતીનું અમેરિકામાં પ્રત્યર્પણ

 | 2:55 am IST

। ન્યૂયોર્ક   ।

અમેરિકન્સને નિશાન બનાવીને સર્જાયેલા લાખો ડોલરના કોલસેન્ટર કૌભાંડમાં સંડોવણી બદલ એક ભારતીયનું સિંગાપુરથી અમેરિકી પ્રત્યર્પણ થયું છે. ૪૨ વર્ષના હિતેષભાઈ મધુભાઈ પટેલ અમદાવાદના છે અને તેમને હ્યુસ્ટન મેજિસ્ટ્રેટ જજ સમક્ષ પેશ કરવામાં આવશે.  આ કેસમાં હિતેષ પટેલ અને અન્ય ૬૦ સામે કાવતરા અને મની લોન્ડરિંગના આક્ષેપ છે.

ભારતમાં થયેલા ટેલિફોનિક કૌભાંડને કારણે હજારો અમેરિકન્સને લાખો ડોલરનું નુકસાન થયું છે. કાવતરું ઘડીને આ કૌભાંડ આચરવામાં આવેલું છે. આસિસ્ટન્ટ એટર્ની જનરલ બ્રિઆન બેન્કોવસ્કીએ જણાવ્યું હતું કે એક મોટા કૌભાંડના ભાગરૂપે હિતેષ પટેલ કોલસેન્ટર ચલાવતો હતો અને અમેરિકી નાગરિકોને નિશાન બનાવતો હતો.

તેમણે જણાવ્યું હતું કે પ્રત્યર્પણ ભારતીય ન્યાયતંત્રની ભારત ખાતેના કૌભાંડ આચરી રહેલા ગેરકાયદે કોલસેન્ટર્સ ખતમ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. આવા કૌભાંડ કરીને અમેરિકી નાગરિકોને છેતરવાની પ્રવૃત્તિને આ રાહે અંકુશમાં લેવામાં આવશે.

અમેરિકી જનરલ યાન પેટ્રિકે કહ્યું હતું કે આ પ્રકારના જટિલ આંતરરાષ્ટ્રીય કેસમાં વિદેશમાં વસી રહેલા કૌભાંડકારીને અમેરિકામાં લાવતા વર્ષો વીતી જતા હોય છે, પરંતુ અમેરિકાના વૈશ્વિક સાથી દેશોએ આ કેસને તેના ર્તાિકક અંજામ સુધી પહોંચાડવામાં મદદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન