Indian Man got 7 years of Jain under misbehavior with Women
  • Home
  • Featured
  • બ્રિટેનમાં મહિલા સાથે દુષ્કર્મ મામલે ભારતીયને મળી આ સખત સજા

બ્રિટેનમાં મહિલા સાથે દુષ્કર્મ મામલે ભારતીયને મળી આ સખત સજા

 | 3:55 pm IST

બ્રિટેનમાં એક મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ ભારત પરત આવી રહેલા 35 વર્ષના અજય રાણાને આ ગુના હેઠળ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પૂર્વી ઈંગ્લેન્ડના સફોલ્ક શહેરના લોવેસ્ટોફ્ટમાં 9 ડિસેમ્બર 2017ના રોજ એક મહિલાને લિફ્ટ આપવાના બહાને રાણાએ તેને ગાડીમાં બેસાડી અને પછી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ 9 ડિસેમ્બર 2017ના રોજ બ્રિટેનમાં મહિલા પર દુષ્કર્મ આચર્યાં બાદ 13 ડિેસેમ્બરે રાણા મા ની બિમારીનો હવાલો આપી ભારત માટે રવાના થયો હતો. 2 સપ્તાહના ટ્રાયલ બાદ રાણાને સફોલ્કની ઇપ્સવિચ ક્રાઉન કોર્ટમાં બળાત્કારનો દોષી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સજા ફટકારવામાં આવી આ સાથે અપરાધીના રજિસ્ટર પર અનિશ્ચિત કાળ માટે હસ્તાક્ષર કરવાના આદેશ પણ આપવામાં આવ્યો.

રિપોર્ટ મુજબ સુનાવણી દરમિયાન 30 વર્ષની પીડિતાએ કોર્ટમાં કહ્યું કે અજય રાણાએ એમ કહીને લિફ્ટ આપી કે ટાઢ બઉ છે. મારી સાથે અન્ય બે લોકોને પણ તેને લિફ્ટ આપી હતી. ત્યાર બાદ પીડિતા ગાડીમાં બેસી ગઈ. રાણા રસ્તા પર એક જગ્યાએ ગાડી રોકી પીડિતા પર દુષ્કર્મ આચર્યું. ત્યાર બાદ પીડિતા ગાડીમાંથી બહાર નીકળવામાં સફળ રહી અને તેના મિત્રના ઘરે પહોંચી અને પોલીસને સંપર્ક કર્યો.

ત્યાર બાદ પોલીસે સીસીટીવી, ફોરેંસિક રિપોર્ટ અને લોકો સાથે પૂછપરછ કરીને તપાસ હાથ ધરી. અજય રાણાના ઇયરફોન્સથી પોલીસે તેની ઓળખ કરી અને સીસીટીવીના મદદથી રાણાની ગાડીને ટ્રેસ કરી. ઘર અને મિત્રોના મદદથી રાણાના ભારત આવ્યા હોવાની પોલીસને જાણ થઈ. જોકે ઘણી મહેનત બાદ સ્પેનમાં અજય રાણાની ધરપકડ થઈ અને બ્રિટેન લાવવામાં આવ્યો. રાણાને ગત વર્ષે નવેમ્બરમાં બ્રિટેનમાં ઘરપકડ કરાઈ હતી. હવે તે બ્રિટેનની જેલમાં 7 વર્ષની સજા ભોગવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન