Indian Man Sentenced For 15 Years Jail In Hillingdon, Britain
  • Home
  • Featured
  • બ્રિટેનમાં ચાકૂની અણી પર ભારતીય યુવકે 30 વર્ષની મહિલા સાથે પાર કરી તમામ હદ

બ્રિટેનમાં ચાકૂની અણી પર ભારતીય યુવકે 30 વર્ષની મહિલા સાથે પાર કરી તમામ હદ

 | 11:24 am IST

બ્રિટેનની એક અદાલતે દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડમાં ચાકૂની અણી પર એક મહિલાનો બળાત્કાર અને લૂંટ કરવાનાં મામલે એક વ્યક્તિને 15 વર્ષની સજા સંભળાવી છે. આઇસ્લેવથ ક્રાઉન અદાલતે દિલજીત ગ્રેવાલને બળાત્કાર, જાતીય સતામણી અને ચોરીનો દોષી ઠેરવ્યો છે અને શુક્રવારનાં તેને 15 વર્ષ માટે જેલનાં સળીયા પાછળ ધકેલી દીધો છે. સજા પૂર્ણ કર્યા બાદ 5 વર્ષ સુધી તેની પર નજર રાખવામાં આવશે.

અદાલતને જણાવવામાં આવ્યું કે કઇ રીતે 28 વર્ષનાં ગ્રેવાલે એપ્રિલમાં 30 વર્ષની મહિલાનાં હિલિગંડન સ્થિતિ ઘરે જઇને ચાકૂથી મારી નાંખવાની ધમકી આપી. ગ્રેવાલે સતત અઢી કલાક સુધી મારઝૂડ કરી અને પછી ફોન ચોરીને પૈસાની માંગણી કરી. મહિલાએ તેને પોતાની બેગમાંથી પૈસા નીકાળીને આપ્યા, પરંતુ તે વધારે પૈસા માટે તેના ઘરમાં શોધખોળ કરવા લાગ્યો. ત્યારબાદ તે ફરાર થઈ ગયો.

ગ્રેવાલનાં ગયા બાદ મહિલાએ બ્રિટેનથી બહાર પોતાના દોસ્તને ફોન કરીને આખી ઘટના વિશે જણાવ્યું, જેણે પોલીસનો સંપર્ક કર્યો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી. આ કેસની તપાસ કરી રહેલા અધિકારી માર્ક પાલમેરે કહ્યું કે, “મને એ પણ એ પણ આશા છે કે આ જાતીય સતામણીથી પીડિત લોકોને આગળ આવવામાં મદદ કરશે. સાથે જ તેમને એ વિશ્વાસ અપાવશે કે અધિકારી આ પ્રકારનાં અપરાધોને ગંભીરતાથી લે છે.”

આ વિડીયો પણ જુઓ: ભુયંગદેવ નજીક પાણીની ટાંકી ધરાશાયી 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન