Indian Man Sentenced For 6 Months Jail In Singapore
  • Home
  • Featured
  • ચર્ચમાં ભારતીય વ્યક્તિએ મહિલા સાથે કરી ગંદી હરકત, લોકોને ફટકારી થપ્પડો અને પછી…

ચર્ચમાં ભારતીય વ્યક્તિએ મહિલા સાથે કરી ગંદી હરકત, લોકોને ફટકારી થપ્પડો અને પછી…

 | 6:27 pm IST

ભારતીય મૂળનાં 27 વર્ષનાં એક વ્યક્તિને ચર્ચમાં એક મહિલાને ખરાબ અભદ્ર રીતે સ્પર્શવાનાં ગુનામાં 5 દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ તેના પર 2,500 સિંગાપુરી ડૉલર (લગભગ દોઢ લાખ રૂપિયા)નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એક અહેવાલ અનુસાર રાજેન્દ્રન પ્રકાશ ચર્ચ ‘ઑર લેડી લૂર્ડ્સ’માં નશાની હાલતમાં પહોંચ્યો. ત્યાં તેણે એક મહિલાને સ્પર્શ કર્યો અને તેને ગળે લગાવી. ઘટના ગયા વર્ષે 29 સપ્ટેમ્બર બપોરનાં લગભગ એક વાગ્યાની છે.

નજરે જોનારા સાક્ષી ઈયૂ સેંગનાં ચર્ચમાં પ્રાર્થનાં કરી રહ્યા હતા ત્યારે તેમણે હોબાળો સાંભળ્યો અને જોયું કે રાજેન્દ્રન પોતાના હાથ મહિલાની હાથ પર રગડી રહ્યો હતો. અદાલતનાં દસ્તાવેજોનાં આધારે કહેવામાં આવ્યું કે ઈયૂએ રાજેન્દ્રનને મહિલાથી દૂર થવા કહ્યું, પરંતુ તે માન્યો નહીં અને હોબાળો કરવા લાગ્યો. ત્યારબાદ એક અન્ય વ્યક્તિ ગ્લેડિસ્ટન જોસેફે હસ્તક્ષેપ કર્યો અને જોયું કે તે નશામાં છે. ત્યારબાદ ગ્લેડિસ્ટનને અચાનક રાજેન્દ્રને થપ્પડ મારી દીધી, ત્યારબાદ તેણે રાજેન્દ્રનને કાબૂમાં કર્યો.

ગ્લેડિસ્ટને પાદરીને પોલીસને ફોન કરીને સૂચના આપવા કહ્યું. રાજેન્દ્રને ચર્ચની નજીક રોચર નદીમાં કૂદીને ભાગવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પોલીસનાં એક અધિકારીએ પાણીમાં કૂદીને તેને પકડી પાડ્યો. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. રાજેન્દ્રનની ધરપકડ કરીને તેને ટાન સેંગ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો. નશાની હાલતમાં ખરાબ વ્યવહાર કરનારા રાજેન્દ્રનને 6 મહિનાની સજા અને 1 હજાર સિંગાપુરી ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ વિડીયો પણ જુઓ: સુરતમાં આસ્થાના નામે ઐયાશીનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન