Indian Man Sexually assaulted slept woman on flight
  • Home
  • Featured
  • બંધ હતી ફ્લાઈટની લાઈટ, મહિલાએ અચાનક જાગીને જોયું તો યુવક…

બંધ હતી ફ્લાઈટની લાઈટ, મહિલાએ અચાનક જાગીને જોયું તો યુવક…

 | 2:55 pm IST

આજકાલ છેડતીની ઘટનાઓમાંથી હવાઈ મુસાફરી પણ બાકાત રહી નથી. તાજેતરમાં જ એક ભારતીય નાગરિક દ્વારા વિમાનમાં જ સાથી મુસાફર યુવતી સાથે છેડછાડ કરી હતી.

હરદીપ સિંહ નામનો એક વ્યક્તિએ ઉંઘી રહેલી યુવતી સાથે શારીરિક છેડછાડ કરી હતી. આ ઘટના ત્યારે ઘટી જ્યારે ફ્લાઈટની લાઈટો બંધ કરવામાં આવી હતી. પરંતુ યુવતી અચાનક જાગી તો હરદીપ સિંહ તેની સાથે શારીરિક શોષણ કરી રહ્યો હતો.

35 વર્ષનો હરદીપ 6 મહિનાના ટૂરિસ્ટ વીઝા પર હોંશિયારપુરથી ઈંગ્લેન્ડ જઈ રહ્યો હતો. તેણે મુંબઈથી માંચેસ્ટર જવાની ફ્લાઈટ પકડી હતી. તેની બાજુની જ સીટ પર એક યુવતી બેઠી હતી. ફ્લાઈટના અંધારાનો લાભ લઈ હરદીપ સિંહે તેની છેડછાડ કરી હતી. આ અગાઉ હદરીપ સિંહે યુવતી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો .

આ ઘટના ફેબ્રુઆરી 2019ની છે. આ કેસમાં દોષિત ઠરેયલા હરદીપને મિન્શુલ ક્રાઉન કોર્ટે એક વર્ષની જેલની સજા ફટકારી છે. સજા પૂરી થયા બાદ તેને ભારત પરા મોકલી આપવામાં આવશે.

શરૂઆતમાં હરદીપે યુવતી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અસહજ થવા લાગી હતી કારણ કે, હરદીપને અંગ્રેજી નહોતુ આવડતું. તેમ છતાંયે તે યુવતી સાથે વાતચીત કરતો જ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન