Indian Mitron App may will give tough competition to tiktok soon
  • Home
  • Corona live
  • ચીની એપ TikTokને ટક્કર આપશે આ ભારતીય એપ! 1 મહિનામાં સર્જ્યો ડાઉનલોડનો અનોખો રેકોર્ડ

ચીની એપ TikTokને ટક્કર આપશે આ ભારતીય એપ! 1 મહિનામાં સર્જ્યો ડાઉનલોડનો અનોખો રેકોર્ડ

 | 3:42 pm IST

ચીની એપ ટિકટોકની લોકપ્રિયતા ભારતમાં દિવસે દિવસે વધી છે. બાળકો, યુવાનો અને વૃદ્ધ લોકો પણ આ એપ પર વીડિયો પોસ્ટ કરી પોતાની અંદરના ટેલેન્ટને દુનિયાની સામે રજૂ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા અમુક દિવસોથી આ ચીની એપ ટિકટોકની ઇન્ડિયન રેટિંગમાં ઘટાડો થયો છે. એપ પર વિવાદિત વીડિયો અને કોરોના મહામારીના કારણે લોકો ચીની એપ ટિકટોકને મોબાઇલમાંથી અનસ્ટોલ કરી કર્યા છે. ત્યારે આ દરમિયાન ભારતની જ એક એપ ઘણી લોકપ્રિય બની રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ આઈઆઈટી રૂડકીના એક વિદ્યાર્થીએ ‘મિત્રો’ એપ વિકસિત કરી છે. જે એકદમ ટિકટોકની જેમ કામ કરે છે. ટિકટોક નાના વીડિયો અને પોસ્ટ કરવા માટે જાણીતી એપ્લિકેશન છે. પરંતુ કોરોના વાયરસ મહામારી પછી દેશના યુવાનોમાં ચીનને લઈ રોષ છે. તેથી હવે ઘણા લોકો ટિકટોકને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ ‘મિત્રો’ શબ્દનો પ્રયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ભાષણમાં ઘણી વખત કરે છે. તેથી હવે આ સ્વદેશી એપને અપનાવવાનું લોકો શરૂ કરી રહ્યા છે.

1 મહિનામાં 50 લાખ લોકોએ કરી ડાઉનલોડ:

મીડિયા રિપોર્ટ મુજબ લોન્ચ થવાના એક મહિનાની અંદર આ એપ ગૂગલ પ્લે સ્ટોરથી 5 મિલિયન(50 લાખ) થી વધુ ડાઉનલોડ થઈ ચૂકી છે અને ડાઉનલોડનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જો કે, હાલ આ એપના અને ટિકટોકના ભારતમાં લગભગ 600 મિલિયન સબ્સક્રાઇબર્સ વચ્ચે ઘણો અંતર છે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે જલ્દી આ સ્વદેશી ‘મિત્રો’ એપ ભારતમાં ટિકટોકને જબરદસ્ત ટક્કર આપશે. કારણે કે આના ફીચર્સ પણ મોટાભાગે ટિકટોકની જેમ જ કામ કરે છે.

આ વીડિયો પણ જુઓ: વલસાડ- પારડીમાં કંપનીના કામદારોનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન