ભારતીય સંગીતને યાદગાર બનાવનાર પંડીત રવિશંકર - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ભારતીય સંગીતને યાદગાર બનાવનાર પંડીત રવિશંકર

ભારતીય સંગીતને યાદગાર બનાવનાર પંડીત રવિશંકર

 | 12:55 am IST

સિનેજગતના સૂરતાલ :- પ્રેષિત કામદાર

બનારસ ઉપરાંત સમગ્ર ભારતના સંગીતને દેશ-વિદેશમાં પ્રસિદ્ધી અપાવનાર પંડીત રવિશંકરનું ભારતીય સંગીતની વૈશ્વિક ઓળખાણ છે. કાશી નગરીમાં જન્મેલા રવીન્દ્ર શંકર ચૌધરી આગળ જતાં સિતારવાદનના કારણે આદરણીય રવિશંકર બની શક્યા. સિતારવાદનમાં રવિશંકર આંતરરાષ્ટરીય ખ્યાતિ ધરાવે છે. બંગાળી પરિવારમાં જન્મેલા રવિશંકર નાની ઉંમરથી પોતાના ભાઈ ઉદય શંકર સાથે નર્તક તરીકે સમગ્ર ભારત ઉપરાંત યુરોપમાં પ્રવાસ કરવા લાગ્યા હતા.

૧૯૩૮માં નૃત્યનો ત્યાગ કરી પોતાનું સંપૂર્ણ ધ્યાન સિતારવાદન તરફ ફેરવ્યું. ભાઈ ઉદય શંકરજી સાથે એ વખતે મેંહર-સેનીયાં ઘરાનાના સ્થાપક બાબા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં સાજે સાજિંદા તરીકે પ્રવાસ કરતા. ઉદય શંકરે બાબાને કરેલી ભલામણથી રવિશંકરને બાબાએ ગંડાબંધન શાર્ગીદ કર્યા. ત્યારપછી તો ઘણો રિયાઝ અને પરિશ્રમ રવિશંકરે કર્યાં. એના પરિણામે રવિશંકરનું ઘરાનામાં તથા સમગ્ર ભારતમાં સ્વાગત થયું તથા ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત થઈ.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ૧૯૪૯ થી ૧૯૫૬ દરમિયાન ન્યુ દિલ્હી. ઓલ ઈન્ડીયા રેડીયોના સંગીત નિર્દેશક રહ્યા. ૧૯૫૬ થી રવિશંકર યુરોપ તથા અમેરિકામાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રચાર-વિસ્તાર શરૂ કરી દીધો. તેઓ પોતાના સિતાર વાદનના પ્રતાપે વિદેશી પ્રકારો પણ સિદ્ધ કર્યા.

૧૯૪૪માં તેઓ મેંદરથી મુંબઈ આવ્યા જયાં તેમણે થિયેટર એસોસિયેશનના સભ્ય બન્યા, ત્યાં તેઓ સંગીત આપતા. તે બેલે (નૃત્ય)ની સાથે વાગતું. રવિશંકરે ખૂબ લોકપ્રિય ગીત સારે જહેં સે અચ્છા ફરીથી સ્વરાંકિત કર્યું તે પણ ફક્ત ૨૫ વર્ષની ઉંમરે. રવિશંકરે ભારતના સૌ પ્રથમ ઈન્ડીયન નેશનલ ઓરકેસ્ટ્રાની સ્થાપના કરી જેની માટે તેઓ પોતે સંગીત બનાવતા હતા. આ સંગીતમાં બંને ભારતીય તથા પાશ્ચાત્ય સંગીતનો સમાવેશ થતો હતો.

પંડીત રવિશંકરે ઘણા વિદેશી મહાન કલાકારો, જેમ કે બીટલ્સના જયોર્જ હેરીસન, યહુદી મેન્યુઈન વગેરેને પોતાની સાંગીતિક આભા ઘડી ખૂબ પ્રભાવિત કર્યા હતા. પંડીતજીએ સિતારવાદન સહિત ધૃપદ, ધમારખ્યાલ જેવી વિવિધ ગાયનશૈલીએ તથા રૂદ્ર વીણા, રબાબ, સૂરસીંગાર તથા સૂરબહાર જેવા વિવિધ વાદ્યોની પણ ઊંડાણપૂર્વકની તાલીમ મળી હતી જેથી તેઓ દરેક સંગીતને સંપૂર્ણ ન્યાય આપી શક્તા. કદાચ આજ કારણથી પંડીત રવિશંકરે ફિલ્મી સંગીતમાં પણ અદ્ભૂત કામ કર્યું. ગોપાલ, ‘જાગો બંસીવાલે’માં વાણી જયરામના મધુર તથા પ્રભાવશાળી અવાજે પંડીતજીના સંગીતને વધુ ભક્તિભાવ ભીનું બનાવી દીધું. ફક્ત ફિલ્મી સંગીતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશના સંગીતમાં પણ રવિશંકરે અદ્ભૂત કામ કર્યું છે. વિદેશમાં તેમની લોકપ્રિયતા જેટલી, ભાગ્યેજ કોઈ બીજા ભારતીય સંગીતકારને પ્રાપ્ત થઈ જશે. તેમણે અનેક આલ્બમ્સ પણ રચ્યા તથા તેમની ઉપર અને તેમણે પોતે પણ ઘણા પુસ્તકો લખ્યા જે ખૂબ ઉપયોગી છે.

પંડીતજીને ફિલ્મી સંગીતમાં દોરી લાવનાર દેવઆનંદના મોટાભાઈ ચેતન આનંદ હતા. આ ખૂબ જાણીતા ફિલ્મ નિર્માતાએ ‘નીચા નગર’ ફિલ્મ ૧૯૪૬માં બનાવી હતી જેના ચેતનઆનંદના પત્ની ઉમા આનંદ અભિનેત્રી હતા. આ ફિલ્મનું સંગીત રવિશંકરનું પ્રથમ ફિલ્મ સંગીત હતું. આ ફિલ્મના સંગીતમાં શાસ્ત્રીય તથા લોકસંગીત તો ખૂબ મધુર સમન્વય જોવા મળે છે. ફાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં આ ફિલ્મને એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ એજ વર્ષ કે.એ. અબ્બાસની પ્રથમ દિગ્દર્શીત ફિલ્મ ‘ધરતી કે લાલ’માં પણ રવિશકરે સંગીત આપ્યું

પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા નિર્મીત તથા સત્યજીત રે ની પ્રથમ દિગ્દર્શીત ફિલ્મ તથા ખૂબ લોકપ્રિય ‘અપ્પુ ટ્રાયલોજી’ની પહેલી ફિલ્મ પાથેર પાંચલીમાં પંડીતજીના સંગીતે ચાર ચાંદ લગાવી દીધા. આ સંગીતથી રવિશંકર આ ક્ષેત્રે ઘણા લોકપ્રિય થયા. ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોરમાં રવિશંકર ભારતીય શાસ્ત્રીય સંગીતના વિવિધ રસ ધરાવતા રાગોનો સિતાર વાદનથી સમાવેશ કર્યો. ઉલ્લેખનીય છે કે આ બેકગ્રાઉન્ડ સ્કોરને ‘ધ ગાર્ડીયન્સ’ બ્રિટીશ અખબારે ૨૦૦૭માં ૫૦ સૌથી મહાન ફિલ્મ બેકગ્રાઉન્ડમાં સ્થાન આપ્યું. જ્યોર્જ હારીસનએ કહ્યા મુજબ તેમના બેન્ડ ‘બી પ્લસ’ ઉપર પણ આ સંગીતનો પ્રભાવ રહ્યો. અજાયબ વાત તો એ છે કે આ સંગીતનો મોટા ભાગનો હિસ્સો રવિશંકરે ફકત ૧૧ કલાકમાં જ રચ્યો હતો. આ ફિલ્મમાં વાગતી વાંસળીની ધૂન તથા સિતાર ઉપર પ્રસ્તુત નાગ દેશ, રાગ તોડી, રાગ પટદીપ તથા દુર્ગાના મૃત્યુ વખતે વાગતી તાર શેહનાઈ આજે પણ હૃદયોમાં ગૂંજે છે.

૧૯૬૦માં ઋષિકેશ મુખર્જીની ફિલ્મ અનુરાધાના સંગીતે સામાન્ય માણસને પણ તેના સંગીતમાં લીન કરી દીધા છે. રવિશંકરના આ ફિલ્મનાં સંગીતે તથા ગીતકાર શૈલેન્દ્રના શબ્દોએ અદ્ભૂત અને અવિસ્મરણીય ગીતો આપ્યા. લતાજીએ ગાયેલા ‘જાને કૈસે સપને મે’, ‘સવેરે સવેરે કાહે મો સે’, ‘કૈસે દિન બીતે’ અને ‘કૃપ્ય રે વો દીન કયું ના આયે’ તથા મહેન્દ્ર કપૂરએ ગયેલ ‘બહુત દીન હુએ’ ખૂબ લોકપ્રિય થયા. ‘હાય રે વો’ દિન કયું ના આયે રાગ જનમમોહિની, કર્ણાટકી રાગનો પંડીત રવિશંકરે ખૂબ જ મધુરો ઉપયોગ કરી આ ગીતને અમર બનાવી દીધું.

૧૯૬૩માં મુન્શી પ્રેમચંદની નવલકથા ગોદાન ઉપરથી બનેલી એજ નામની ફિલ્મમાં પંડીતજીએ સંગીત આપ્યું ત્યારબાદ ઘણા વર્ષો સુધી ફક્ત શાસ્ત્રીયક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવ્યા બાદ ગુલ્ઝારની ફિલ્મ મીરામાં પંડીત રવિશંકરે અલૌકિક સંગીત આપ્યું. ૧૯૭૯ની આ ફિલ્મ અનેક અદ્ભૂત રચનાઓ છે. જેમ કે ‘એ રી મૈં તો પ્રેમ દિવાની’, ‘મેરે તો ગીરીધર ગોપાલ…’ જેટલી ઉપયોગી પ્રાપ્ત થઈ હશે.

[email protected]