Indian Navy Creates Thermal Sensor Which Will Help To Stop Corona From Spreading
  • Home
  • Corona live
  • હવે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં સરળતાથી નહીં ફેલાઈ શકે કોરોના વાયરસ

હવે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં સરળતાથી નહીં ફેલાઈ શકે કોરોના વાયરસ

 | 9:39 pm IST

કોરોના વાયરસનાં સંક્રમણને ફેલાતા રોકવા માટે લોકોની તપાસ કરવાનાં ઉદ્દેશથી અહીં નૌસેનાએ ઓછી કિંમતનું નાનકડું થર્મલ સેન્સર વિકસિત કર્યું છે. એક અધિકારીએ ગુરુવારનાં આ જાણકારી આપી. દક્ષિણ મુંબઈ સ્થિત પશ્ચિમ નૌસેના કમાન અને લગભગ 285 વર્ષ જુની નૌસેનાનાં નેવલ ડૉકયાર્ડમાં દર દિવસે લગભગ 20,000 લોકો પ્રવેશ કરતા હતા.

સેન્સર બનાવવામાં ફક્ત 1,000 રૂપિયાનો ખર્ચ આવ્યો

અધિકારીએ જણાવ્યું કે, “તમામ કર્મચારીઓની દરવાજા પર જ તપાસ થાય છે. ત્યારબાદ જ તેમને અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે.” તેમણે જણાવ્યું કે, “ઇન્ફ્રારેડ ટેકનોલોજી પર આધારિત આ સેન્સર બનાવવામાં ફક્ત 1,000 રૂપિયાનો ખર્ચ આવ્યો.” અધિકારીએ જણાવ્યું કે, “કોવિડ-19 મહામારીને જોતા પશ્ચિમ યૂનિટમાં અને નેવલ ડૉકયાર્ડની અંદર વાયરસનો પ્રસાર રોકવા માટે તપાસ અત્યંત આવશ્યક છે.”

આઈઆર આધારિત થર્મલ સેન્સર વિકસિત 

તેમણે જણાવ્યું કે, “બજારમાં થર્મોમીટરની ઉણપ છે અને તેની કિંમત પણ વધારે છે. ખાસ કરીને મહામારી ફેલાયા બાદ આની તંગી થઈ રહી છે.” તેમણે કહ્યું કે, “આ જોતો નૌસેનાએ પોતાના ખુદનું આઈઆર આધારિત થર્મલ સેન્સર વિકસિત કર્યું છે.” અધિકારીએ કહ્યું કે, “આ ઉપકરણમાં એક ઇન્ફ્રારેડ સેન્સર, એક એલઈડી ડિસ્પ્લે અને એક માઇક્રો કંટ્રોલર લગાવવામાં આવ્યું છે જે 9 વોલ્ટની બેટરીથી ચાલે છે.”

આ વિડીયો પણ જુઓ: સુરતમાં STPL દ્વારા ફેસ સીલનું વિતરણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન