Indian Navy Spy Planes Successfully Track 2 Chinese Warship
  • Home
  • Featured
  • ચીનની વધુ એક અવળચંડાઈ, ભારતીય સમુદ્રી સરહદે ખડક્યા 2 જંગી યુદ્ધ જહાજ

ચીનની વધુ એક અવળચંડાઈ, ભારતીય સમુદ્રી સરહદે ખડક્યા 2 જંગી યુદ્ધ જહાજ

 | 12:40 pm IST

ડોકલામમાં ભારતના હાથે બરાબરની થપાટ ખાધા બાદ હવે ચીન હિંદ મહાસાગરમાં અવળચંડાઈ પર ઉતરી આવ્યું છે. અહીં ચીન વ્યવહાર અને પ્રભાવ વધારવા તરફડીયા મારી રહ્યું છે. અહીં ચીનના બે યુદ્ધ જહાંજ ભારતીય જળસીમાની એકદમ નજીક ધસી આવ્યાનું સામે આવ્યું છે.

ભારતીય નૌકાદળના P-8I પ્રકારના જાસુસી વિમાનોએ દક્ષિણ હિંદ મહાસાગર વિસ્તારમાં ચીન્નના યુદ્ધ જહાજ શિયાન-32ને સફળતાપૂર્વક ટ્રેક કર્યા છે. ભારતના સર્વિલાંસ પ્લેને ચીનના યુદ્ધ જહાજની આકાશમાંથી જ તસવીરો ખેંચી છે, જેમાં તેનું લેન્ડિંગ પ્લેટફોર્મ ડૉક પણ નજરે પડી રહ્યું છે. આ વિસ્તારમાં ચીની જહાજો ધ્યાને પડતા ભારતીય નૌકાદળ પણ સજ્જ બન્યું છે.

ભારતીય નૌકાદળના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હિંદ મહાસાગરમાં ચીનના યુદ્ધ જહાજ નજરે પડ્યા છે. યુદ્ધ જહાજની આ તસવીરો સપ્ટેમ્બર પહેલાના 15 દિવસની અંદરની છે. ચીનના આ યુદ્ધ જહાજ થોડા સમયમાં જ શ્રીલંકાના જળક્ષેત્રમાં પ્રવશ્યું હતું. ભારતના સર્વિલાંસ વિમાનો ચીનના યુદ્ધ જહાજ પર સતત બાજ નજર રાખી હતી અને તેની દરેક હિલચાલની જાણકારી આપી હતી.

આ ઉપરાંત ભારતીય સર્વેલાન્સ વિમાન્ P-8Iએ ચીનના વધુ એક યુદ્ધ જહાજને ટ્રેક કર્યું હતું, જે એડનની ખાડીમાં એંટી-પાઈરેસી મિશનમાં શામેલ હતું. ચીનનું આ જંગી જહાજ સોમાલીયાના ચાંચીયાઓથી પોતાના દેશના વ્યાપારી હિતોને સુરક્ષા પુરી પાડવા તૈનાત કરવામાં આવ્યું છે. તેની તસવીરો થોડા જ અંતરેથી એ સમયે લેવામાં આવી હતી જ્યારે તે હિંદ મહાસાગરમાંથી પસાર થઈ રહ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન