indian-oil-demand-for-lpg-cylinders-rising-ioc-urges-people-not-panic covid 19
  • Home
  • Business
  • LPG રસોઇ ગેસ સિલિન્ડરને લઇને મોટા સમાચાર, IOCએ લીધું મોટું પગલું

LPG રસોઇ ગેસ સિલિન્ડરને લઇને મોટા સમાચાર, IOCએ લીધું મોટું પગલું

 | 7:31 am IST

દેશની સૌથી મોટી એલપીજી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની ઇન્ડિયન ઓઇલે કહ્યું કે પરેશાન થવાની જરૂરત નથી કંપની લૉકડાઉનની સ્થિતિમાં પણ દરેકને સિલિન્ડર ઉપલબ્ધ કરાવશે. જોકેસ ગત -3-4 દિવસથી નોર્થની સાથે-સાથે દેશના ઘણા વિસ્તારમાં કોરોના વાયરસના કારણથી લૉકડાઉન થવાની ખબરને લઇને LPG રસોઇ ગેસ સિલિન્ડરની ખરીદીમાં વધારો થયો છે.

કોરોના વાયરસને કારણે, દેશભરમાં 21 દિવસના લોકડાઉન થઈ ગયા છે, આ સમય દરમિયાન લોકોને એલપીજીની કોઈ તકલીફ નથી, તેથી આઇઓસી દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપની ઉત્પાદનમાં ઝડપથી વધારો પ્રોડક્શન વધારી દીધું છે.

કયાંથી ખરીદી શકો છો સિલિન્ડર

આઇઓસીએ ટ્વીટ કર્યું છે કે ગ્રાહકો તેમના શહેરમાં કોઈપણ ઇન્ડેન ડિસ્ટ્રિબ્યુટર અથવા પોઇન્ટ ઓફ સેલ પર જઈ શકે છે અને 5 કિલો એલપીજી સિલિન્ડર ખરીદી શકે છે. તે પણ સ્થળ પર મળે છે.

એડ્રેસ પ્રૂફની જરૂર નથી – કંપનીના જણાવ્યા મુજબ, 5 કિલો એલપીજી સિલિન્ડર ખરીદવા માટે એડ્રેસ પ્રૂફની જરૂર હોતી નથી. પૈસા આપો, ગેસ લો.

ક્યાંથી કરાવવું રિફિલ

કંપની અનુસાર, ગ્રાહર ઇંડેનના કોઇપણ સેલિંગ પોઇન્ટ પર 5 કિલોનો રસોઇ ગેસ સિલિન્ડર રિફિલ કરાવી શકો છો. આ સિલિન્ડર BIS પ્રમાણિત સિલિન્ડર છે. જેનાથી સુરક્ષા વધી જાય છે.

આ પણ જુઓ : કોરોનાને નાથવા સોસાયટીઓ સામે આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન