અમેરિકામાં ભારતીય મૂળના CEOએ પત્નીને માર મારતાં એક મહિનાની જેલ - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • અમેરિકામાં ભારતીય મૂળના CEOએ પત્નીને માર મારતાં એક મહિનાની જેલ

અમેરિકામાં ભારતીય મૂળના CEOએ પત્નીને માર મારતાં એક મહિનાની જેલ

 | 9:42 am IST

સિલિકોન વેલીમાં ફરજ બજાવતા ભારતીય મૂળના એક સીઇઓ પર ભારતીય મૂળની અમેરિકન પત્નીને મારઝૂડ કરવાના આક્ષેપ લાગ્યા છે. તેઓ હવે એક મહિનો જેલમાં કાપશે. ૩૮ વર્ષના અભિષેક ગટ્ટાનીએ પત્ની નેહા રસ્તોગી (૩૬) દ્વારા થયેલા આક્ષેપનો સ્વીકાર કરી લેતાં તેમને હવે એક મહિનો જેલમાં કાપવો પડશે.
એપલની પૂર્વ અધિકારી રસ્તોગીએ ગયા વર્ષે ૧૭ મેના રોજ તેની મારઝૂડ થઇ રહી હોવાનો છ મિનિટનો વીડિયો ઉતાર્યો હતો. બે વર્ષની પુત્રીની હાજરીમાં પતિ પત્ની વચ્ચે થઇ રહેલી બોલાચાલી પણ વીડિયોમાં સાંભળી શકાતી હતી. પત્નીએ પોલીસનો સંપર્ક સાધતાં પતિએ અપરાધનો સ્વીકાર કરી લીધો હતો.

ફરિયાદ પક્ષના વકીલ સ્ટીવ ફેઇને કેસનો ન્યાયી અંત આવ્યો હોવાનું જણાવતાં કહ્યું હતું કે કિસ્સો એટલો હિંસક નહોતો કે ગટ્ટાનીને હદપાર કરવા પડે. પતિને આમ તો છ મહિનાની સજા ફરમાવવામાં આવી છે. પરંતુ હકીકતે જેલમાં ૩૦ દિવસ જ રહેવું પડશે. તે પછી તે જેલમુક્ત તો રહેશે પરંતુ વીકએન્ડ વર્ક પ્રોગ્રામમાં આઠ કલાકની શિફ્ટમાં મજૂરીકામ કરવું પડશે , બાકી તેઓ જેલમુક્ત રહેશે.

પત્ની રસ્તોગીએ પણ પતિને આટલી મામૂલી સજા થવા સામે વાંધો નહોતો લીધો. રસ્તોગી હાલમાં ગટ્ટાની સાથે છુટાછેડા લઇ ચૂકી છે. જોકે રસ્તોગી પતિ દ્વારા આચરવામાં આવતી હિંસાને ત્રાસવાદનું બિરુદ આપી રહી હતી.ગટ્ટાનીએ પ્રેસને કાંઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ગટ્ટાની અને રસ્તોગીના વર્ષ ૨૦૦૯માં જ લગ્ન થયા હતા.