બ્રિટનમાં ભારતીય ચિકન કિંગ મરઘીઓ સાથે કરતો આવું - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • બ્રિટનમાં ભારતીય ચિકન કિંગ મરઘીઓ સાથે કરતો આવું

બ્રિટનમાં ભારતીય ચિકન કિંગ મરઘીઓ સાથે કરતો આવું

 | 12:04 pm IST

બ્રિટનમાં મૂળ ભારતીય ઉદ્યોગ સાહસિક રણજીતસિંહ ભોપરણનું 2 સિસ્ટર્સ ફૂડ ગ્રુપ સૌથી મોટો પોલ્ટ્રી સપ્લાયર છે. ભોપરણની ફેકટરીમાં સુરક્ષા જોગવાઈનું પાલન ન થતાં સંસદીય તપાસ હાથ ધરવામાં આવી છે.

મીડિયાના સ્ટિંગ ઓપરેશનમાં ફેકટરીના કર્મચારીઓને  વાસી પોલ્ટ્રી સાથે તાજી પોલ્ટ્રીની ભેળસેળ કરતાં જોવા મળ્યા હતાં. કંપનીના બ્રોમવિકના પ્લાન્ટમાં આમ કરાતું હતું. કંપની ટેસ્કો, સેંસબરીઝ, માર્ક એન્ડ સ્પેન્સર સહિત અનેક સુપર માર્કેટમાં ચિકન પૂરી પાડે છે. મીડિયા ફૂટેજમાં દર્શાવ્યા પ્રમાણે જમીન પરથી ચિકનને ઉઠાવી પ્રોડકશન લાઈનમાં ફેંકવામાં આવે છે.

ફૂટેજમાં જૂના અને તાજા ચિકનની ભેળસેળ કરાતું હોવાનું પણ જોઈ શકાય છે. ભોપરણે 1993માં સ્થાપેલી કંપનીમાં 23,000 કર્મચારીઓ ફરજ બજાવે છે. હાઉસ ઓફ કોંગ્રેસની એન્વાયરમેન્ટ, ફૂડ એન્ડ રુરલ અફેર્સ કમિટીના ચેરમેન નીલ પેરિશે જણાવ્યું હતું કે પોખરણને સમિતિ સમક્ષ બોલાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અમારે ખાદ્ય સુરક્ષા અને પશુ-પક્ષીઓના કલ્યાણ સાથે કંપની દ્વારા સંચાલિત ચિકન પ્લાન્ટસ પ્રત્યે ગ્રાહકોના વિશ્વાસને અકબંધ રાખવાની પણ કામગીરી બજાવવાની છે.

આ ઘટનાનો પર્દાફાશ થતાં અનેક કંપનીઓએ ચિકન લેવાનું બંધ કર્યું છે. બીજીબાજુ કંપનીએ જણાવ્યું હતું કે અમને સત્યની રજૂઆત માટે પૂરતી તક આપવામાં આવી નથી. આટલુ જ નહીં વિસ્તૃત તપાસ  યોજવાનો પણ પ્રયાસ કરાયો નથી. આવા સંજોગોમાં પ્રતિભાવ આપવાનું ખુબ જ મુશ્કેલ બની જાય છે.