એક વ્યક્તિને ગુલામ બનાવી ઘરમાં રાખતા ભારતીય દંપત્તીની કરાઇ ધરપકડ - Sandesh
  • Home
  • Featured
  • એક વ્યક્તિને ગુલામ બનાવી ઘરમાં રાખતા ભારતીય દંપત્તીની કરાઇ ધરપકડ

એક વ્યક્તિને ગુલામ બનાવી ઘરમાં રાખતા ભારતીય દંપત્તીની કરાઇ ધરપકડ

 | 2:22 pm IST

દક્ષિણ ઇંગ્લેન્ડમાં આધુનિક પ્રકારની ગુલામી કરાવાના આરોપમાં ભારતીય મૂળના દંપત્તિની ધરપકડ કરાઇ છે. આ દંપત્તિ પર પોલેન્ડના એક બિલ્ડરને ચાર વર્ષ સુધી પોતાના બગીચાનો શેડમાં રાખવાનો આરોપ છે. આ સપ્તાહની શરૂઆતમાં બ્રિટનના ‘ગેંગમાસ્ટર્સ એન્ડ લેબર એબ્યુઝ ઓથોરિટી’ એ પલવિંદર અને પ્રીતપાલની ધરપકડ કરી છે. બંનેની ઉંમર 55 વર્ષની આસપાસ છે. જીએલએએ ઇંગ્લેન્ડના દક્ષિણ તટ પર સાઉથેમ્પ્ટનની પાસે ચિલવર્થ વિસ્તારમાં આવેલા તેમના ઘર પર દરોડા પાડ્યા હતા.

જીએલએએના અધિકારીઓએ કહ્યું કે સાઉથેમ્પ્ટનના એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પોલેન્ડના દૂબળા-પતલા વ્યક્તિએ સ્ટાફને કહ્યું કે તેને એક સ્થળ પર રાખવાના બદલે કામ કરવાને મજબૂર કરવામાં આવ્યા છે.

જીએલએએના વરિષ્ઠ તપાસ અધિકારી ટૉની બાયરને કહ્યું કે બંનેની ધરપકડ બાદ અધિકારીઓએ તેમના ઘરની તપાસ કરી અને કેટલાંક પુરાવાઓને જપ્ત કરી લીધા જે તપાસ માટે અગત્યના છે.