USમાં બાળકીઓને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડવા માટે ભારતીય મહિલા ડોક્ટરની ધરપકડ - Sandesh
  • Home
  • NRI
  • USમાં બાળકીઓને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડવા માટે ભારતીય મહિલા ડોક્ટરની ધરપકડ

USમાં બાળકીઓને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડવા માટે ભારતીય મહિલા ડોક્ટરની ધરપકડ

 | 1:54 pm IST

અમેરિકાના મિશીગનમાં ભારતીય મૂળની મહિલા ડોક્ટરને છથી આઠ વર્ષની બાળકીઓને જેનિટલ મ્યૂટિલેશન (FGM) કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ પ્રોસેસમાં પ્રાઇવેટ પાર્ટના એક ભાગને કાપવું કે સિલ કરવામાં આવે છે. કેટલાક સમુદાયમાં પરંપરા અંતર્ગત આવું કરવામાં આવે છે. અમેરિકામાં આટલી નાની ઉંમરની બાળકીઓને FMG કરવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. જે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે તે ડોક્ટરનું નામ જુમાના નાગરવાલા છે.

એક ન્યૂઝ એજન્સી પ્રમાણે FMG માટે કેટલીક બાળકીઓને રાજ્ય બહારથી પણ લાવવામાં આવી હતી. એક વેબસાઇટ ઉપર નાગરવાલાની ઉંમર 44 વર્ષ બતાવવામાં આવી છે. આ મહિલા ડોક્ટર ગુજરાતી અને ઇંગ્લિશ બોલી શકે છે. ફરિયાદ પ્રમાણે નાગરવાલાએ જે જે બાળકીઓનું FGM કર્યું છે તેમની ઉંમર 6થી 8 વર્ષની છે. અમેરિકામાં 18 વર્ષથી ઓછી ઉંમરમાં FGMને ગેરકાયેસર ગણવામાં આવે છે.

સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રેવેન્શન પ્રમાણે અમેરિકામાં 5,13,000 મહિલાઓ અને છોકરીઓને FGMનો ખતરો છે. અમેરિકામાં 18 વર્ષથી નાની ઉંમરમાં FGM કરવાનું જોખમ 1997થી અત્યાર સુધી ચાર ગણું વધી ગયું છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નાગરવાલા પાસે બે બાળકીઓને તેના માતા-પિતા બીજા રાજ્ય મિશિગનમાં લાવ્યા હતા. એક બાળકીએ ફોરેન્સિક એક્સપર્ટને જણાવ્યું હતું કે તેને સ્પેશિયલ ટ્રિપ ઉપર લઇ જવામાં આવે છે તેમ કહીને લાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન