Indian-origin financier accused of rape in London sentenced to eight years in jail
  • Home
  • Nri
  • લંડનમાં બળાત્કારના આરોપી ભારતીય મૂળના ફાઈનાન્શિયરને આઠ વર્ષ જેલની સજા

લંડનમાં બળાત્કારના આરોપી ભારતીય મૂળના ફાઈનાન્શિયરને આઠ વર્ષ જેલની સજા

 | 8:10 pm IST

લંડનની એક કોર્ટે ભારતીય મૂળના ફાઈનાન્શિયર સંજય નાકેરને ૧૮ વર્ષીય છોકરી પર બળાત્કારના આરોપસર આઠ વર્ષ જેલની સજા ફટકારી છે. કોર્ટે સંજય નાકરેને બળાત્કાર કેસમાં દોષી ઠેરવ્યો હતો. સંજય નાકરે અને તેના મિત્રો રાતે દારૃ પીવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું.

સંજય નાકરે ઉત્તરી લંડનનો રહેવાશી છે. જોકે આરોપી સંજયને પોતાની ઉપરના બળાત્કારનો આરોપનો ઈનકાર કર્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે હુમલા કેસને બાદ કરતા બીજા કેસમાંદોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને સજા સંભળાવતાં કહ્યું કે તમને એવું લાગે છે કે પીડિતા તમારી સાથે સેક્સ કરવા માગતી હતી, તો તમે ખોટા છો.

આરોપીએ પીડિતા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાધ્યો હતો તેવું સ્પષ્ટ થયું છે અને તેને માટે આરોપીને આઠ વર્ષ જેલની સજા કરવામાં આવે છે. સંજય પર ૧૧ માર્ચના રોજ લંડનમા દારૃ પીને પીડિતા સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો. કોર્ટે આ આરોપોને સાચો ઠેરવ્યો.