USમાં ભારતીય યુવતી સાથે ટ્રેનમાં શરમજનક વ્યવ્હાર, સમગ્ર ઘટનાનો જુઓ VIDEO - Sandesh
  • Home
  • NRI
  • USમાં ભારતીય યુવતી સાથે ટ્રેનમાં શરમજનક વ્યવ્હાર, સમગ્ર ઘટનાનો જુઓ VIDEO

USમાં ભારતીય યુવતી સાથે ટ્રેનમાં શરમજનક વ્યવ્હાર, સમગ્ર ઘટનાનો જુઓ VIDEO

 | 2:01 pm IST

હજુ તો કેન્સાસમાં ભારતીયો પર થયેલા ઘાતક હુમલાની કળ વળી નથી ત્યાં ફરી પાછો ભારતીય પર વંશીય ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે. ન્યૂયોર્કમાં રહેતી એક્તા દેસાઈ ટ્રેનમાં સફર કરી રહી હતી ત્યારે એક આફ્રિકી અમેરિકીએ એક્તાને કહ્યું કે અમેરિકામાંથી જતી રહે. જો કે હાલમાં જ આવા અનેક મામલાઓ સામે આવ્યાં છે. 22 ફેબ્રુઆરીના રોજ કેન્સાસમાં નેવીના એક પૂર્વ ઓફિસરે ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાને ગોળી મારી હતી. ત્યારબાદ અન્ય એક ભારતીયના ઘરમાં ઈંડા અને કૂતરાની ગંદકી તથા વંશીય ટિપ્પણીવાળા કાગળો ફેંકવામાં આવ્યાં હતાં.

એક્તા સાથે આ ઘટના 23 ફેબ્રુઆરીના રોજ (કેન્સાસમાં જે ફાયરિંગ થયું તેના એક દિવસ બાદ)ની છે. એક્તા સાથે થયેલી ગેરવર્તણૂંકનો આ વીડિયો એક વેબસાઈટ ધી વોઈસ રેઝરે શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે. વીડિયો મુજબ આફ્રિકન શખ્સે એક્તાને ખુબ જ ખરીખોટી સંભળાવી હતી. આ સાથે જ તેણે ફ્રિડમ ઓફ સ્પીચ અને બ્લેક પાવર જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. તેણે એક્તાને કહ્યું અમેરિકાથી બહાર જતી રહે. એટલું જ નહીં તે આફ્રિકી અમેરિકી વ્યક્તિ ખુબ જ ગુસ્સો કરતો અને બૂમો પાડતો જોવા મળ્યો હતો.

શું લખ્યું છે એક્તાએ સોશિયલ મીડિયામાં?

એક્તાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને લખ્યું કે હું જ્યાં જઈ રહી હતી તે વ્યક્તિ પણ ત્યાં જ જઈ રહ્યો હતો. ટ્રેનમાં તે વખતે લગભગ 100 જેટલા લોકો હતાં. હું હેડફોન લગાવીને બેઠી હતી. મારા માટે બધુ એમ જ હતું જેમ રોજ ચાલે છે. ત્યારે જ એક આફ્રિકન વ્યક્તિ મારી સામે આવીને મારા મોઢા પર કઈક કહી રહ્યો હતો. મેં ન તો સાંભળ્યું અને ન તો કોઈ પ્રતિભાવ આપ્યો. એક્તા જ્યારે આ શખ્સનો વીડિયો બનાવી રહી હતી ત્યારે તેણે એક્તાને પૂછ્યું કે તે આવું કેમ કરે છે? એક્તાએ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે.

ઘટના બાદ એક્તાએ હ્રુમન રાઈટ એક્ટિવિસ્ટ અને ધી વોઈસ રેજર સંગઠનના ફાઉન્ડર કુંદન શ્રીવાસ્તવનો સંપર્ક કર્યો હતો. કુંદનના જણાવ્યાં મુજબ અમેરિકી સરકારે એક મહિલાને હેરેસ કરવાના આરોપમાં આ શખ્સને સજા આપવી જોઈએ. તેણે એક દેશનું પણ અપમાન કર્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન