ભારતીય મૂળની બ્રિટિશ યુવતીએ કહ્યું ‘લંડન એરપોર્ટ ઉપર ISISની આતંકી હોવાની શંકાએ ઉતારી હતી’ - Sandesh
  • Home
  • NRI
  • ભારતીય મૂળની બ્રિટિશ યુવતીએ કહ્યું ‘લંડન એરપોર્ટ ઉપર ISISની આતંકી હોવાની શંકાએ ઉતારી હતી’

ભારતીય મૂળની બ્રિટિશ યુવતીએ કહ્યું ‘લંડન એરપોર્ટ ઉપર ISISની આતંકી હોવાની શંકાએ ઉતારી હતી’

 | 10:54 am IST

ભારતીય મૂળની ત્રણ બ્રિટિશ મુસ્લિમ ભાઈ-બહેનોએ દાવો કર્યો છે કે સહયાત્રીઓ દ્વારા આતંકી સંગઠન આઈએસઆઈએસના સમર્થક હોવાના આરોપ લગાવ્યા પછી તેમને એરપોર્ટ ઉપર ઉતારીને બ્રિટિશ પોલીસે પૂછપરછ કરી હતી. સમાચાર એજન્સી અનુસાર સકીના ધરસ (ઉ.24) મરિયમ ધરસ (ઉ.19) અને અલી ધરસ (ઉ.21) ગત સપ્તાહ લંડન ના સ્ટેસ્ટેડ એરપોર્ટથી ઇટાલીના નેપલ્સ શહેર જઈ રહ્યા હતા. આ ત્રણે લંડનની રહેનારી છે. સકિના ધરસે ફેસબુક પોસ્ટ કરી હતી જેનું બ્રિટિશ સમાચાર પત્રે આ ઘટના છાપી હતી.

Sakina-Dharas-2

સકીનાના જણાવ્યા પ્રમાણે ત્રણેને પોલીસે વિમાનમાંથી ઉતારી પૂછ્યું હતું કે, શું તમે લોકો અંગ્રેજી બોલો છો? અમારે તમારી સાથે વાત કરવી છે. તમારા વિમાનના એક મુસાફરે દાવો કર્યો છે કે તમે ત્રણ આઈએસઆઈએસના સભ્યો છો. યાત્રીએ પોતાના ફોનામાં અરબી ભાષામાં આ અલ્લાહના વખાણ લખેલું જોયું હતું. સકિનાએ જણાવ્યું કે તેમણે અધિકારીઓને જણાવ્યું કે તે તેમના ધર્મિક ગ્રંથ કુરાનનું અંગ છે. જો આવું મુક્યું હોય તો એવું ન હોય કે આઈએસઆઈએસના સભ્ય છીએ. આ છતાં અમે જણાવવા ઇચ્છીએ છીએ કે આજ સવારથી અમારા ફોનમાં અરબી ભાષામાં લખેલી કોઈ વસતુ નથી લગાવી.

Sakina-Dharas-1

સકિનાના અનુસાર અધિકારીઓને તેમની સાથે એક કલાક સુધી પૂછપરછ કરી હતી. અધિકારીઓએ તેમના પાસપોર્ટ ઉપર લાગેલા વિવિધ સિક્કા વિશે પૂછ્યું હતું. સકિનાના ફેસબુક પોસ્ટ અનુસાર એ બધા અધઇકારીઓ પોતાની અંગત જિંદગી, ઘર અને નોકરી, સોશિયલ મીડિયા હિસ્ટ્રી અને માતા-પિતાના વ્યવસાય વિશે પૂછ્યું હતું. પોલીસ અધિકારીઓએ તેમની માફી માંગી તેમને જવા દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન