મૂળ  ભારતીય પ્રથમવાર બન્યા ન્યૂજર્સીના એટર્ની જનરલ - Sandesh
  • Home
  • Nri
  • મૂળ  ભારતીય પ્રથમવાર બન્યા ન્યૂજર્સીના એટર્ની જનરલ

મૂળ  ભારતીય પ્રથમવાર બન્યા ન્યૂજર્સીના એટર્ની જનરલ

 | 10:25 am IST

 

અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના અગ્રણી સિખ-અમેરિકી વકીલ ગુરબીરસિંહ ગ્રેવાલની આગામી એટર્ની જનરલ તરીકે વરણી કરાઈ છે. તેઓ સરકારી વકીલ તરીકે અગાઉ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીના આસિસ્ટન્ટ એટર્ની તરીકે સેવા બજાવી ચૂક્યા છે.

ન્યૂ જર્સીના ગવર્નર ફિલ મર્ફીએ મંગળવારે ગ્રેવાલની એટર્ની જનરલ તરીકે વરણી કરી હતી. આ સાથે ગ્રેવાલ ન્યૂ જર્સીના પ્રથમ સિખ-અમેરિકી એટર્ની જનરલ બન્યા છે.

ગ્રેવાલે જણાવ્યું હતું કે તેમણે આ દેશનું ઋણ ચુકવવા માટે સેવા બજાવવાનો નિર્ણય કર્યો છે. આ દેશે તેમને અને અન્ય હિજરતી પરિવારોને ઘણુ બધું આપ્યું છે. હું લોકોને દર્શાવવા માગું છું કે હું અને મારા જેવા અન્ય લોકો ભલે નોખા દેખાતા હોય અથવા અલગ રીતે પૂજા-પાઠ કરતા હોય પરંતુ અમે બધા આ દેશની સેવા માટે પ્રતિબદ્ધ છીએ.

ગ્રેવાલને એટર્ની જનરલ બનાવવાના નિર્ણયને સાઉથ એશિયન બાર એસોસિયેશન (એસએબીએ)એ બિરદાવ્યો છે.