બ્રિટનમાં ભારતીય જ્વેલરી વેપારીની મળી આવી લાશ - Sandesh
  • Home
  • Nri
  • બ્રિટનમાં ભારતીય જ્વેલરી વેપારીની મળી આવી લાશ

બ્રિટનમાં ભારતીય જ્વેલરી વેપારીની મળી આવી લાશ

 | 4:16 pm IST

બ્રિટનમાં ભારતીય મૂળનાં એક એક જ્વેલરની લાશ મળી આવી છે. તે પહેલાં તે ગુમ થઈ ગયા છે તેવી સૂચના પોલીસને મળી હતી. પોલીસે આ બાબતની તપાસ શરૂ કરી દીધી છે. ઈસ્ટ મિડલેન્ટ સ્પેશિયલ ઓપરેશનના ડિટેક્ટિવ ચીફ ઈન્પેક્ટર ડેવિડ સ્વિફ્ટ રોલિનસનએ જણાવ્યું કે, રમણીક લાલ જોગીયા કામથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાંક લોકો તેમણે બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને લઈને ગયા હતા.

74 વર્ષના જોગીયાની લીસેસ્ટર બેલગ્રેવ રોડ પર જ્વેલરી શોપ હતી. આ વેપારીની લાશ લીસેસ્ટરના સ્ટ્રોટલ વિસ્તારના ગાલ્બી લેનમાં મળી આવી હતી. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી તપાસ શરૂ કરી દીધી હતી. જો કે, કયા કારણોસર તેમણી હત્યા કરવામાં આવી છે તે અંગે તપાસ ચાલું છે.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, હજું સુધી આરોપીઓ પકડાયા નથી, પણ અમે જલ્દીથી આરોપીઓને પકડી પાડીશું. તેમજ જે ગાડીમાં તેમણે લઈ જવામાં આવ્યા હતા તે ગાડીની પણ તપાસ ચાલું છે. તેમજ આજે સીસીટીવી ફુટેજ રિલીઝ કરવામાં આવી હતી જેમાં જોગીયા છેલ્લે શું કરી રહ્યાં છે તે દેખાતું હતું. જેના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે. તેમજ આ ફુટેજ આરોપીઓને પકડવા માટે બહુ જરૂરી છે.