• Home
  • Supplements
  • Sanskar
  • ભારતીય મૂળને લજવતા ગુનાખોરો – પીઆઈઓ

ભારતીય મૂળને લજવતા ગુનાખોરો – પીઆઈઓ

 | 5:08 am IST

પર્દાફાશઃ ક્રિશ્ના શાહ મારડિયા

ભારતીય મૂળ ધરાવતા લોકોની ગુનાઓમાં સંડોવણીના સમાચારો અવારનવાર ચમકતા હોય છે. ઓક્ટોબર, ૨૦૧૬માં સિંગાપોરમાં ૨૭ વર્ષના એક ભૂતપૂર્વ બીચ પેટ્રોલ ઓફ્સિરને અદાલતે ૧૧ વર્ષની જેલ અને ૧૨ ચાબખા મારવાની સજા સંભળાવી હતી. ભારતીય મૂળ ધરાવતા પ્રેમ નાયરે દેશના વિખ્યાત રિસોર્ટ આઈલેન્ડ સેન્ટોસા ખાતે એક દારૂ પીને ચૂર થયેલી મહિલાનો બળાત્કાર કર્યો હોવાનું પુરવાર થયું હતું. પ્રેમ નાયરે બચાવમાં કહ્યું હતું કે આરોપ મૂકનારી ૨૦ વર્ષની શિક્ષિકા દારૂની લત ધરાવતી પાર્ટી ગર્લ છે અને પોતાને ખોટા આક્ષેપમાં ફ્સાવવામાં આવી રહ્યો છે.

ડિસેમ્બર, ૨૦૧૬માં પબ્લિશ થયેલા એક અહેવાલ મુજબ ભારતીય મૂળની અને કેનેડામાં જઈને વસેલી બે બહેનોની નાઈજિરિયાથી ધરપકડ કરાઈ હતી. સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ ફેલોઅર ધરાવતી આ બહેનો પર નાઈજિરિયાના એક ધનકુબેરને સાયબરના માધ્યમથી ધમકી આપવાના તેમજ જબરદસ્તી વસૂલી કરવાના આક્ષેપ હતા. જ્યોતિ અને કિરણ માથરૂ નામની આ બેલડી ફેમી ઓટેડોલા નામના બિઝનેસમેનને તેના લગ્નેતર સંબંધોનો વીડિયો ઈન્ટરનેટ પર પોસ્ટ કરવાની તેમજ તેની પત્નીને જાણ કરી દેવાની ધમકીઓ આપતી હતી. આ બહેનોએ ૨૭૪ લોકોને આ રીતે ફ્સાવ્યા હોવાનુ તેમજ તેમાંના મોટા ભાગના આફ્રિકાના વિવિધ પ્રદેશોમાં વસતા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

માર્ચ, ૨૦૧૭ની શરૂઆતમાં જ ભારતીય મૂળની વ્યક્તિને સંડોવતા વધુ એક ગુનાનો પર્દાફશ થયો. ૨૬ વર્ષની એનઆરઆઈ યુવતી રવનીત કૌરની ષડયંત્ર ઘડીને અમીરો સાથે શારીરિક સંબંધ બનાવી તેમને બળાત્કારના કેસમાં ફ્સાવવાની ધમકી આપીને બ્લેકમેલ કરી કરોડો રૂપિયા વસૂલ કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી. બાહ્ય દેખાવમાં સૌંદર્યનો અવતાર એવી રવનીતની વાતો પણ ફ્લ્મિની સ્ટોરી જેવી છે.

એસઓજીની પૂછપરછમાં જાણવા મળ્યું કે હોંગકોંગમાં જન્મેલી રવનીત વર્ષ ૨૦૦૮માં ભારત પાછી ફ્રી અને પંજાબના ફ્રીદકોટમાં પોતાની દાદી સાથે રહેતી હતી. તેણે એક વર્ષનો ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કોર્સ કર્યો. પછી ૨૦૦૯માં ગુડગાંવમાં પોતાની મિત્રને ઘેર રહેવા લાગી. ત્યારબાદ વર્ષ ૨૦૧૨માં એ જયપુરમાં એક ખાનગી યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરવા જોડાઈ. અહીં તેની મુલાકાત રોહિત શર્મા સાથે થઈ, જે એમબીએ કરી રહ્યો હતો. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને લગ્નની રજૂઆત લઈને પરિવાર પાસે ગયા તો રોહિત બેરોજગાર હોવાથી તેના કુટુંબીજનોએ લગ્નની અનુમતિ આપી નહીં.

આવકનો સ્ત્રોત શોધતા શોધતા તેને જયપુરમાં જ અક્ષત શર્માનો ભેટો થયો. તેણે રવનીતને ૧૨ હજાર રૂપિયાની નોકરી આપી. અક્ષતે એક ન્યૂઝ ચેનલની ફ્રેન્ચાઈઝી લીધી હતી, પરંતુ નવેમ્બર, ૨૦૧૩માં આ ફ્રેન્ચાઈઝી બંધ કરી દેતાં રવનીત કોટા રહેવા ચાલી ગઈ હતી. બીજી તરફ્, અક્ષતે એક વર્ષમાં એડવોકેટ નિતેશ બંધુ, નવીન દેવાણી, વિજય અને આનંદ શાંડિલ્ય સાથે એક ગેંગ બનાવી. દરમિયાન, રવનીત સાથે નિયમિત સંપર્ક રહેતા અક્ષતે ૨૦૧૪માં રવનીતને પરત જયપુર બોલાવી લીધી અને ગેંગમાં સામેલ કરી લીધી.

અહીં ગેંગના લોકો અમીરો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતા હતા. જયપુરનો એક પ્રતિષ્ઠિત બિલ્ડર રવનીતનો પહેલો શિકાર બન્યો. દોસ્તી વધારીને શારીરિક સંબંધ સુધી પહોંચાડવાની. આ સાજિશ બાદ બિલ્ડરને બળાત્કારમાં ફ્સાવવાની ધમકી આપી બ્લેકમેઈલ કરીને ૧.૨૦ કરોડ માંગ્યા. બિલ્ડરે ૩૫ લાખ રૂપિયા ચૂકવી માંડ પીછો છોડાવ્યો હતો. તે પછી એક રિસોર્ટના માલિક પાસેથી રવનીત આણિ કંપનીએ ૩૫ લાખ વસૂલ્યા. આમ ડોક્ટર્સ-એન્જિનિયર્સ સહિત સાત જણને શિકાર બનાવ્યા હતા.

સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (એસઓજી)ના સકંજામાં રવનીત કૌર આવી તે પછી પોલીસે અક્ષત શર્મા સહિત આખીયે ટોળકીને ઝબ્બે કરી. રવનીતે કબૂલ કર્યું હતું કે તેણે સાતેક જેટલા પ્રતિષ્ઠિત લોકો સાથે સંબંધો બનાવ્યા અને બ્લેકમેલિંગ દ્વારા ચાર કરોડ રૂપિયા વસૂલ્યા હતા. દરેક વસૂલીમાંથી રવનીતને ૩૫ ટકા હિસ્સો મળતો હતો. ત્રણેક વર્ષ તેણે આ કામ કર્યું, પરંતુ તે પછી લગ્ન થઈ જતાં ગેંગ છોડીને તે રાજસ્થાનમાં જ કોટા ખાતે એક કોચિંગ સેન્ટરમાં રિસેપ્શનિસ્ટની નોકરી કરતી હતી.

આ ગેંગે રવનીતના ઈશ્વરદત્ત સૌંદર્ય અને માસૂમ ચહેરાનો ઉપયોગ કરીને ધનવાનોના કરોડો રૂપિયા ખંખેર્યાં. બે વર્ષમાં જ બ્લેકમેલિંગ મારફ્તે અઢી કરોડ રૂપિયાથી વધુ રકમ પડાવી ચૂકેલા અક્ષતે આ નાણાંમાંથી પાંચ ફ્લેટ અને ચાર મોટરગાડીઓ ખરીદી. તેમાંથી એક ફ્લેટ અને ૨૫ લાખ રૂપિયાના દાગીના પોતાની ગર્લફ્રેન્ડ આકાંક્ષાને આપ્યા. અક્ષત શર્મા ઉફ્ર્ે સાગરપુરીએ એપ્રિલ, ૨૦૧૫માં સિરસી રોડ પર કનકપુરા રેલવે સ્ટેશન પાસે ૧૬ માળના જેનેસિસ એપાર્ટમેન્ટના આઠમા માળે સવા કરોડ રૂપિયા ચૂકવીને બે જોડાજોડ ફ્લેટ ખરીદ્યા હતા. તેમાંથી એકમાં પોતે અને બીજામાં આકાંક્ષા રહેતા હતા. છ જ મહિના પછી ઓક્ટોબર, ૨૦૧૫માં આ જ એપાર્ટમેન્ટના ૧૦મા અને ૧૪મા માળે બીજા બે ફ્લેટ ખરીદ્યા, જેમાંથી એકમાં જિમ અને સ્પા તેમજ બીજામાં ડિસ્કોથેક અને બાર ખોલ્યા. ફ્રી, એપ્રિલ, ૨૦૧૬માં નજીકમાં જ બીજા એક એપાર્ટમેન્ટમાં ૫૦ લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો. સમગ્ર ષડયંત્રમાં આકાંક્ષા પણ સામેલ હોવાનું જડી આવતા એસઓજીએ તેને હાજર રહેવા નોટિસ મોકલી, પરંતુ જે દિવસથી અક્ષત શર્માની ધરપકડ થઈ, તે દિવસથી આકાંક્ષા છૂ થઈ ગઈ.

આ લખાય છે, ત્યાં સુધી તો હજુ પોલીસ આકાંક્ષાની ભાળ મેળવીને સમગ્ર કૌભાંડની ગુત્થી ઉકેલવાની કોશિશ કરી રહી છે, પરંતુ આર્થિક-સામાજિક પરિપ્રેક્ષ્યને વ્યાપક રીતે જોઈએ, તો માત્ર ભારતીય મૂળની યુવા પેઢી જ નહીં, પરંતુ ભારતમાં વસી રહેલી યુવા પેઢી પણ ટૂંકા રસ્તે અઢળક નાણાં મેળવવા કયા અને કેવા માર્ગે જઈ રહી છે, તે સમાજશાસ્ત્રીઓ માટે બૃહદ ચર્ચા અને ચિંતાનો વિષય બની ગયો છે. ?

[email protected]