Indian-Origin Man in South Africa Arrested for Killing Cousin Over TV Remote Control
  • Home
  • Featured
  • TVના રિમોટ કંટ્રોલ માટે સંબંધીઓ અંદરો-અંદર ઝઘડ્યા, અંત આવ્યો ચોંકાવનારો

TVના રિમોટ કંટ્રોલ માટે સંબંધીઓ અંદરો-અંદર ઝઘડ્યા, અંત આવ્યો ચોંકાવનારો

 | 3:41 pm IST

ભારતીય મૂળના એક દક્ષિણ આફ્રિકન વ્યક્તિની પોતાના એક સંબંધીને કથિત રીતે ગોળી મારી હત્યા કરવાના કેસમાં ધરપકડ કરાઇ છે. બંનેની વચ્ચે ટીવીના રિમોટને લઇ ચર્ચા શરૂ થઇ હતી. પોલીસે કહ્યું કે પીટરમૈરિટ્સબર્ગના 47 વર્ષના વ્યક્તિએ ક્વાઝુલુ-નતાલ પ્રાંતમાં પોતાના 42 વર્ષના સંબંધીની હત્યા કરી દીધી. આરોપીના નામનો ખુલાસો કરાયો નથી કારણ કે તેમની મનોવૈજ્ઞાનિક સ્થિતિની તપાસ ચાલી રહી છે.

પોલીસ પ્રવકતા લેફ્ટિનેંટ-કર્નલ થુલાવી જવેને ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે વ્યક્તિની ધરપકડ કરી લેવાઇ છે અને એક બંદૂક જપ્ત કરાઈ છે.

આરોપી પર પોતાના એક બીજા સંબંધી મયમુના કૈસિમ (80)ની હત્યાની કોશિશનો કેસ પણ નોંધાયો છે. ઘટના દરમ્યાન તેમના પગમાં ગોળી લાગી ગઇ હતી. રિપોર્ટના મતે પરિવારમાં ટીવી જોવાને લઇ ચર્ચા ચાલતી હતી. આરોપીનું કહેવું હતું કે આ ઇસ્લામની વિરૂદ્ધ છે. તેઓ ઇચ્છતા હતા કે બાકી પરિવારવાળા પણ ટીવી ના જુએ, આથી તેઓ રિમોટ છુપાવી રહ્યા હતા.

રિપોર્ટમાં પરિવાર સાથે જોડાયેલ અન્ય વ્યક્તિના હવાલે કહ્યું કે આરોપી ચર્ચા બાદ રૂખસાનાના પિતા મોહમ્મદ (82)ને ગોળી મારી પરંતુ રૂખસાના સામે આવી ગઇ. પાડોશીના મતે રૂખસાના અપરિણીત હતી અને પોતાના વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન રાખતી હતી.