બ્રિટનમાં પટેલ ફાર્માસિસ્ટને ગેરકાયદે નશીલી દવાઓ વેચવાના આરોપમાં 1 વર્ષની જેલ - Sandesh
NIFTY 10,484.85 +4.25  |  SENSEX 34,179.05 +-13.60  |  USD 65.4500 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • બ્રિટનમાં પટેલ ફાર્માસિસ્ટને ગેરકાયદે નશીલી દવાઓ વેચવાના આરોપમાં 1 વર્ષની જેલ

બ્રિટનમાં પટેલ ફાર્માસિસ્ટને ગેરકાયદે નશીલી દવાઓ વેચવાના આરોપમાં 1 વર્ષની જેલ

 | 2:05 pm IST

બ્રિટનમાં ભારતીય મૂળના ફાર્માસિસ્ટ પર 5000 પાઉન્ડ(અંદાજે 4 લાખ 11 હજાર રૂપિયા)ની નશીલી દવા ચોરવાનો અને તેને ગેરકાયદે વેચવાનો દોષિત ઠેરવવામાં આવ્યો છે. બ્રિટિશ અદાલતે આરોપીને એક વર્ષની જેલની સજા સંભળાવી છે. ભારતીય મૂળના ફાર્માસિસ્ટ પર બ્રિટનમાં 5000 પાઉન્ડની નશીલી દવા ચોરવાનો અને ગેરકાયદે દવા વચવાના આરોપમાં દોષિત ઠરાવામાં આવ્યો છે. બ્રિટિનની કોર્ટે આરોપીને એક વર્ષની જેલની સજા સંભળાવી છે.
પટેલે તમામ ગુનાનો સ્વીકાર કર્યો

38 વર્ષના ફાર્માસિસ્ટ નીરેન પટેલને સ્નેર્સબ્રાક ક્રાઉન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીંયા તેણે છેતરપિંડીના બે મામલે ગુનાનો સ્વીકાર કર્યો હતો. તપાસ સાથે જોડાયેલ પોલીસ અધિકારી બેવરલી મેકઈનરનીએ કહ્યું કે પટેલે ફાર્માસિસ્ટ હોવાનો ખોટો લાભ લીધો છે. તેણે ખોટી રીતે દવાઓ લીધી અને તેને જાહેરમાં વેચી દીધી હતી. આ દવાઓ અત્યંત નશીલી હતી અને ડોક્ટરની સલાહ વગર લેવી ખતરનાક સાબિત થઈ શકે છે.’

આ દવાઓમાં ક્લાસ બીની પ્રતિબંધિત દવા ડેક્સામફેટામાઈન, ક્લાસ સીની દવા જેનાક્સ, જોલપિડેમ અને ડિયાઝપેમ સામેલ હતી. પટેલે કોર્ટમાં તમામ ગુનાનો સ્વીકાર કર્યો હતો.