બ્રિટનમાં મૂળ ભારતીય પૂર્ણ કરશે આંતકવાદનો `વાદ’ - Sandesh
  • Home
  • Nri
  • બ્રિટનમાં મૂળ ભારતીય પૂર્ણ કરશે આંતકવાદનો `વાદ’

બ્રિટનમાં મૂળ ભારતીય પૂર્ણ કરશે આંતકવાદનો `વાદ’

 | 6:08 pm IST

બ્રિટનમાં સ્કોટલેન્ડ યાર્ડના ભારતીય મૂળના અધિકારી નીલ બસુને સોમવારે દેશના આતંકવાદી વિરોધી સ્કવોડના વડા બનાવવામાં આવ્યા છે.

49 વર્ષના નીલ બુસ હાલમાં ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર છે. તેમને ખાસ ઝુંબેશ માટે આસિસ્ટન્ટ કમિશનરની બઢતી આપવામાં આવી છે.

તેઓ નેશનલ લીડ ફોર કાઉન્ટર ટેરરિઝમ અને મેટ્રોપોલિટન પુલીસની વિશેષ ઝુંબેશના વડા હશે. તેઓ 21 માર્ચે રાજીનામું આપનાર મર્ક રાઉલીનું અનુગામી બનશે. આ હોદ્દા પર બિરાજમાન બસુ એશિયા મૂળની પ્રથમ વ્યક્તિ છે. બસુના પિતા ભારતીય મૂળના જ છે.