Indian Origin Shrina Kurani enters Congressional race from California
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 2022માં અમેરિકી સંસદ માટે ઉમેદવાર બનશે ભારતીય મૂળની આ યુવતી

2022માં અમેરિકી સંસદ માટે ઉમેદવાર બનશે ભારતીય મૂળની આ યુવતી

 | 3:19 pm IST
  • Share

અમેરિકામાં ભારતીય મૂળની એન્જિનીયર અને ઉદ્યમી શ્રીના કુરાનીએ જાહેરાત કરી છે કે તે કેલિફોર્નિયામાં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટથી અમેરિકી પ્રતિનિધિ સભાની ચૂંટણી લડશે.

કેલિફોર્નિયામાં સીએ-42 માટે ચૂંટણી લડશે

રિવરસાઈડમાં કુરાની નવેમ્બર 2002માં મિડ ટર્મ ઈલેક્શન માટે 15 વખતથી રિપલ્બિકન પાર્ટીના ઉમેદવાર રહેલ કેન કેલ્વર્ટને પડકાર ફેંકશે. તેણે કહ્યું કે, હું કોંગ્રેસમાં સીએ-42 માટે ચૂંટણી લડીશ. હવે આકરા નિર્ણય લેવાનો સમય છે.

શ્રીના કુરાનીએ કહ્યું કે, પહેલી પેઢીના અમેરિકી નાગરિક તરીકે મારા પરિવારે અહીં રિવરસાઈડમાં વ્યવસાયને સફળ બનાવવા માટે મળીને કામ કર્યું છે. તેઓએ પોતાને એક નેતા નહીં એન્જિનિયર, ઉદ્યમી અને ફેક્ત આધારિત સમાધાન કરનાર ગણાવ્યું.

શ્રીનાએ કહ્યું કે, હું વોશિંગટનમાં વસ્તુઓને સારું બનાવવા અને એક ઈનલેન્ડ એમ્પાયરનું નિર્માણ કરવા માટે કોંગ્રેસની ઉમેદવાર બનીશ, જ્યાં લોકો સુરક્ષિત, સ્વસ્થ મહેસૂસ કરે અને રોજગારના અવસર મેળવવામાં સફળ રહે. વર્તમાનમાં પ્રતિનિધિ સભામાં ચાર ભારતીય મૂળના અમેરિકી ડો. અમી બેરા, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ અને પ્રમિલા જયપાલ સાંસદ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો