વિશ્વમાં ભારતીય મૂળના ટોપ CEO શું ધરાવે ડિગ્રી, જાણો અહિં - Sandesh
  • Home
  • Business
  • વિશ્વમાં ભારતીય મૂળના ટોપ CEO શું ધરાવે ડિગ્રી, જાણો અહિં

વિશ્વમાં ભારતીય મૂળના ટોપ CEO શું ધરાવે ડિગ્રી, જાણો અહિં

 | 7:03 pm IST

પોતે જ્યાં કામ કરે છે તે કંપનીને વિશ્વભરમાં આગવી ઓળખ આપનારા વિશ્વભરમાં ભારતીય મૂળના ટોપ CEO કેટલું એજ્યુકેશન ધરાવે છે તે  જાણો છો. જો ન જાણતા હોય તો જાણીલો તેમને એકેડેમિક પ્રોફાઈલ અહિં….
1. સુંદર પિચાઈ – CEO Google


મૂળ તામિલનાડુમાં જન્મેલા સુંદર પિચાઈ વર્ષ 2015 સુધી ગૂગલના પ્રોડક્ટ ચીફ રહ્યાં. તેમની એકેડેમિક પ્રોફાઈલની જો વાત કરીએ તો…
ગ્રેજ્યુએશન : IIT ખડગપુરમાંથી બી.ટેક થયેલા છે.
પોસ્ટ ગ્રેજ્યુએશન : સ્નેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.એસ.
એમબીએ: યૂનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિયાના વોર્ટન સ્કૂલમાંથી કર્યું.

2. સત્ય નડેલા CEO microsoft


સત્ય નડેલા હૈદરાબાદમાં તેલુગુ બોલનારાના પરિવારમાં જન્મ્યા છે. માઈક્રોસોફ્ટના સીઈઓ બનવાથી પહેલા તે માઈક્રોસોફ્ટ ક્લાઉડ એન઼્ડ એન્ટરપ્રાઈઝ ગ્રુપના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિ઼ડન્ટ હતા.
ગ્રેજ્યુએશન : મણિલાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બી. ટેક
પોસ્ટ ગ્રેજયુએશન : યૂનિવર્સિટી ઓફ વિસકોઈસિનથી કોમ્યુટર સાઈન્સમાં માસ્ટર્સ કર્યું
એમબીએ : યૂનિવરસિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસ

3. શાંતનું નારાયણ – CEO Adobe systems


તેમનો ઉછેર પણ હૈદરાબાદમાં થયો. અડોબી સિસ્ટમ્સના સીઈઓ અને બોર્ડ ઓફ અડોબી ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ બનતા પહેલા તે આ કંપનીના વર્ષ 2005થી પ્રેસિડન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા.

ગ્રેજ્યુએશન : ઉસ્માનિયા યૂનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ વિષય સાથે બી.ટેક
પોસ્ટ ગ્રેજયુએશન :બાઉલિંગ ગ્રીન સ્ટેટ યૂનિવર્સિટી, ઓહિયોમાંથી કોમ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યુ
એમબીએ : યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલી

4. ફ્રાસિસકો ડિસૂઝા – CEO Cognizant


ડિસૂઝા ભારતીય મૂળના છે. તેમનો સંબંધ કોંકણી પરિવાર સાથે છે. તેમનો જન્મ 1968માં નૈરોબીમાં આક્રિકામાં થયો હતો. વર્તમાન સમયમાં તે કોગ્નિજેટના સીઈઓ છે.

ગ્રેજ્યુએશન : યૂનિવર્સિટી ઓફ ઈસ્ટ એશિયામાંથી બીબીએ પાસ કર્યું.
એમબીએ : કોર્નેગી મેલન યૂનિવર્સિટી

5. દિનેશ પાલીવાલ – CEO harman international


હરમન ઈન્ટરનેશનલના પ્રેસિડન્ટ અને સીઈઓ દિનેશ પાલીવાલનો જન્મ આગ્રામાં થયો હતો.

ગ્રેજ્યુએશન : IIT રૂડકીમાંથી બી.ઈ.
પોસ્ટ ગ્રેજયુએશન : મિયામી યૂનિવર્સિટીથી અપ્લાઈડ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં એમએસ
એમબીએ : મિયામી યૂનિવર્સિટીમાંથી જ ફાઈનાન્સ વિષય સાથે એમબીએ

6. સંજય મેહરોત્રા-After sandisk now CEO of Micron technology, INC


તે 1988માં સૈનડિસ્કની સ્થાપના કરનારામાંથી એક છે. વર્ષ 2011થી વર્ષ 2016 સુધી તે તેના પ્રેસિડન્ટ અને સીઈઓ રહ્યાં. હવે તે માઈક્રોન ટેકનોલોજીના સીઈઓ છે. તેમનો જન્મ કાનપુરમાં થયો હતો.
ગ્રેજ્યુએશન : ઈલેક્ટ્રીક એન્જિનિયરિંગમાં બીઈ
પોસ્ટ ગ્રેજ્યુએશન : કોમ્પુટર સાયન્સમાં એમઈ
એમબીએ :સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ

7. ચંદા કોચર – CEO ICICI bank


ચંદા કોચરનો જન્મ જોધપુરમાં રાજસ્થાનમાં થયો હતો. તેમણે ભારતીય રિટેઈલ બેંકિંગ ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. હજી પણ તે આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ છે.
ગ્રેજ્યુએશન : મુંબઈ સ્થિત જયહિંદ કોલેજમાંથી ઈકોનોમિક્સ વિષય સાથે બીએ કર્યું.
પોસ્ટ ગ્રેજ્યુએશન : જયહિંદ કોલેજમાંથી કોસ્ટ એકાઉન્ટન્સી  સાથે એમએ કર્યું
એમબીએ : જમનાલાલ બજાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, મુંબઈમાંથી એમબીએ કર્યું.

8. ઈન્દિરા નુઈ – pepsico chairman and CEO and became first indepedent Female director of ICC


ઈન્દિરા નુઈનો જન્મ ચેન્નાઈમાં થયો હતો. વર્ષ 2007 અને વર્ષ 2008માં દુનિયાના ટોપ 100 પ્રભાવશાળી લોકોની સૂચિમાં તેમનું નામ શામેલ હતું.
ગ્રેજ્યુએશન : યૂનિવર્સિટી ઓફ મદ્રાસના મદ્રાસ ક્રિશ્ચયન કોલેજથી ફિજિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક સાથે બી.એસસી
એમબીએ : આઈઆઈએમ કોલકાતામાંથી એમબીએ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન