ટ્રમ્પ અને કિમને ભેગા કરીને સાચવવામાં આ બે ભારતીયોનો સિંહ ફાળો, દુનિયાભરમાં છવાયા - Sandesh
  • Home
  • Featured
  • ટ્રમ્પ અને કિમને ભેગા કરીને સાચવવામાં આ બે ભારતીયોનો સિંહ ફાળો, દુનિયાભરમાં છવાયા

ટ્રમ્પ અને કિમને ભેગા કરીને સાચવવામાં આ બે ભારતીયોનો સિંહ ફાળો, દુનિયાભરમાં છવાયા

 | 11:51 am IST

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન વચ્ચે થયેલી ઐતિહાસિક સમિટ પર દુનિયા આખી મીટ માંડીને બેઠું હતું. નોર્થ કોરિયાના લીડર કિમ જોંગની છેલ્લાં છ વર્ષમાં આ સૌથી લાંબી વિદેશ યાત્રા છે અને તેઓ તેનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. આમ જોવા જાઓ તો આ સમિટમાં ભારતની કોઇ સીધી ભૂમિકા નથી. છતાંય આ સમારંભની મહેમાનગતિ કરવા અને તેની વ્યવસ્થા કરનાર બીજું કોઇ નહીં પરંતુ ભારતીય છે. એક સિંગાપુરના વિદેશ મંત્રી વિવિઆન બાલાકૃષ્ણન, જેઓ સોમવારની રાત્રે નોર્થ કોરિયાના નેતાને સિંગાપુરની જાણીતી સ્ટ્રીટમાં ફરવા માટે લઇ ગયા હતા. સિંગાપોરમાં લટાર મારતી વખતે કિમ જોંગ સાથે વિવિએન બાલાકૃષ્ણને સેલ્ફી લીધી હતી આ તસવીરે દુનિયાભરમાં ધૂમ મચાવી છે. જ્યારે બીજા એક ભારતીય કે.શનમૂગમે કિમ અને ટ્રમ્પની સિક્યોરિટીની તમામ જવાબદારી સંભાળી હતી.

કોણ છે બાલાકૃષ્ણન?
ભારતીય મૂળના બાલાકૃષ્ણન સિંગાપોરના સૌથી મહત્વના મિનિસ્ટર્સમાંથી એક ગણાય છે. તેઓ એક માત્ર એવા નેતા છે જેઓએ છેલ્લાં કેટલાંક દિવસોમાં નોર્થ કોરિયાના નેતા કિમ અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લાંબો સમય ગાળ્યો. તેઓ બંને પક્ષની વચ્ચે મહત્વની કડી છે. તેથી બંને નેતાઓની ટીમ માટે બાલાકૃષ્ણન સૌથી મહત્વના છે. તેમણે રવિવારે ચાંગી એરપોર્ટ પર પ્રેસિડન્ટ ટ્રમ્પ અને સરમુખત્યાર કિમનું સ્વાગત કર્યુ અને બાદમાં બંને નેતાઓ સાથે અલગ અલગ મુલાકાત કરીને સમિટની તૈયારીઓની માહિતી આપી. સ્થાનિક મીડિયામાં ટ્રમ્પ અને કિમ બાદ જે સૌથી વધુ વખત તસવીરોમાં જોવા મળી રહ્યા છે તે વિવિઆન બાલાકૃષ્ણન જ છે.

સમિટની સિક્યોરિટી સંભાળનાર કે.શનમૂગમ કોણ છે?
59 વર્ષના કે. શનમૂગમ સિંગાપુરના લૉ એન્ડ હોમ અફેર્સ મંત્રી છે. આજની સમિટની સિક્યોરિટી માટે શનમૂગમે મીડિયાને જણાણાવ્યું હતું કે, ‘આ તમામ તૈયારીઓ માટે અમને બે અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો. જેમાં ઓફિસર્સની લોજિસ્ટિક્સ ડિમાન્ડ્સનો પણ સમાવેશ થાય છે.