UKમાં સ્કૂલમાં બુરખો પહેરવાનો પ્રતિબંધ લગાવતા ભારતીય મૂળની પ્રિન્સિપલ બની 'હિટલર' - Sandesh
  • Home
  • Nri
  • UKમાં સ્કૂલમાં બુરખો પહેરવાનો પ્રતિબંધ લગાવતા ભારતીય મૂળની પ્રિન્સિપલ બની ‘હિટલર’

UKમાં સ્કૂલમાં બુરખો પહેરવાનો પ્રતિબંધ લગાવતા ભારતીય મૂળની પ્રિન્સિપલ બની ‘હિટલર’

 | 6:50 pm IST

બ્રિટનની સરકારી સ્કૂલની ભારતીય મૂળની પ્રિન્સિપલએ ઓછી ઉંમરની વિદ્યાર્થીનીઓને બુરખો પહેરવા પર પ્રતિબંધ મુકવાનો પ્રયત્ન કર્યો હતો તેના પછી સોશિયલ મીડિયા પર લોકો તેમણી ટિપ્પણી કરી રહ્યા છે. પૂર્વ લંડનના ન્યૂહમ સ્થિત સેન્ટ સ્ટીફંસ સ્કૂલની મુખ્ય શિક્ષિકા નીના લાલની આલોચના કરવામાં આવી હતી તેના પછી આ મહિનાની શરૂઆતમાં પોતાનો નિર્ણય બદલવો પડયો હતો.

નીના લાલએ આઠ વર્ષ કરતા ઓછી ઉંમરની છોકરીએને બુરખો પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ સપ્તાહનાં અંતમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં નીનાને જર્મનીના એડોલ્ફ હિટલર અને સ્કૂલનાં મેનેજમેન્ટના અન્ય સભ્યોને હિટલરના સહાયકો સાથે સરખાવામાં આવ્યા હતા. સ્કૂલના એક સભ્યએ કહ્યું કે, આ બહુ સારી સ્કૂલ છે. નીના બહુ સારી શિક્ષિકા છે.

સોમવારે માતા-પિતા અને સ્કૂલ મેનેજમેન્ટની વચ્ચે થયેલી બેઠકમાં લેબર પાર્ટીનાં સ્થાનીય સાંસદ સ્ટીફન ટિમ્સએ પણ ફરિયાદ કરી હતી. તેમાં નીનાએ માફી માંગી હતી. તેમણે નાની ઉંમરની વિદ્યાર્થીનીઓને બુરખો પહેરવા પર પ્રતિબંધનો નિર્ણય કર્યો હતો તેને પાછો ખેંચવા માટે કહેવામાં આવ્યું હતું.

સ્કૂલમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવે છે. સ્કૂલમાં નાની ઉંમરની વિદ્યાર્થીનીએને બુરખો પહેરવા અને ધાર્મિક ઉપવાસના મુદ્દા પર બ્રિટનની સરકારએ સ્પષ્ટ માર્ગદર્શિકાની માંગણી કરી હતી.