Indian People Used Tears Emoji Of Happiness More Than Anything Else
  • Home
  • Featured
  • ભારતનાં લોકોએ સૌથી વધારે આ Emojiનો કર્યો છે ઉપયોગ, રિપોર્ટમાં થયો ખુલાસો

ભારતનાં લોકોએ સૌથી વધારે આ Emojiનો કર્યો છે ઉપયોગ, રિપોર્ટમાં થયો ખુલાસો

 | 8:35 pm IST

ફેસબૂક, વ્હોટ્સએપ અને ડેટિંગ એપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર જો ખુશીનાં આંસુની સાથે હસવા અને બ્લોઇંગ કિસ દેવાની ઇમોટિકૉન્સ તમારી ફેવરેટ છે, તો તમે દેશનાં ઘણા એવા લોકોમાંથી એક છો જેમને આ ઇમોજી પસંદ છે. એક નવી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મોટાભાગનાં ભારતીયો દ્વારા આ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર આ જ ઇમોટિકન્સ પ્રયોગમાં લેવામાં આવે છે.

17 જુલાઈ બુધવારનાં વર્લ્ડ ઇમોજી ડે છે. વર્લ્ડ ઇમોજી ડેથી એક દિવસ પહેલા ટેક કંપની બોબલ એઆઈએ એક રીપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં ‘ખુશીનાં આંસુ’ અને ‘બ્લોઇંગ એ કિસ’ ઇમોજીને ભારતમાં સ્માર્ટફોન કન્વર્સેશનમાં ઉપયોગ કરવામાં આવનારા ટૉપનાં બે ઇમોટિકન્સનાં રૂપમાં ગણાવાયા છે.

બીજા ટૉપનાં 10 ઇમોજી છે: સ્માઇલિંગ ફેસ વિથ હાર્ટ આઇઝ, કિસ માર્ક, ઓકે હેન્ડ, લાઉડલી ક્રાઇંગ ફેસ, બીમિંગ ફેસ વિથ સ્માઇલિંગ આઇઝ, થમ્સ અપ, ફૉલ્ડેડ હેન્ડ્સ અને સ્માઇલિંગ ફેસ વિથ સનગ્લાસેસ. વ્હોટ્સએપ પર પણ આ પ્રકારનાં ઇમોજી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તહેવારો અને રાષ્ટ્રિય પર્વો દરમિયાન ઇમોટિકન્સમાં ઘણા પ્રયોગ જોવા મળ્યા. ડેટિંગ એપમાં એ વિંક કરતી ઇમોજી અને ખાવાની મજા લેતી ઇમોજીનો ઘણો ઉપયોગ જોવા મળ્યો.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘ડેટિંગ એપ કન્વર્સેશનમાં ઉપયોગ કરવામાં આવાનારી ઇમોજી ખુશી વ્યક્ત કરવા માટે, ફ્લર્ટ અને રોમેન્ટિક થવા માટે પ્રયોગ કરવામાં આવે છે.” બોબલ એઆઈનાં સહ-સંસ્થાપક અનિત પ્રસાદે કહ્યું કે, “ઇમોજી ધીરે ધીરે આપણી ડિજિટલ સંસ્કૃતિનો ભાગ બનતી જઇ રહી છે અને એક-બીજા સાથે વાત કરવા માટે એક નવો રસ્તો બતાવી રહી છે.” વર્ષ 2018થી લઇને વર્તમાન સુધીનાં આંકડાઓને રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન