ભારતમાં નહિ થાય 2019ની IPL સિઝન!, જાણો કયા દેશમાં રમાશે - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ભારતમાં નહિ થાય 2019ની IPL સિઝન!, જાણો કયા દેશમાં રમાશે

ભારતમાં નહિ થાય 2019ની IPL સિઝન!, જાણો કયા દેશમાં રમાશે

 | 5:18 pm IST

ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનનો આગામી એપ્રિલ મહિનાથી પ્રારંભ થઈ રહ્યો છે પરંતુ આગામી વર્ષે ભારતમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખતાં આઈપીએલની 12મી સિઝન સાઉથ આફ્રિકામાં રમાય તેવી શક્યતા વધી છે.

ભારતમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને તે વખતે આઈપીએલની 12મી સિઝનનો પ્રારંભ થશે. તેવામાં બંનેની તારીખો ટકરાય તેવી શક્યતા છે. આથી બીસીસીઆઈએ અત્યારથી જ તેની તૈયારી શરૂ કરી દીધી છે. આગામી વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે તેવામાં બોર્ડ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માગતું નથી અને જરૂર પડે તો ટૂર્નામેન્ટને અન્ય દેશમાં શિફ્ટ કરવા માટે પણ તૈયારી કરી રહ્યા છે.

જો સમગ્ર ટૂર્નામેન્ટ શિફ્ટ થાય તો વર્ષ 2009ની જેમ સાઉથ આફ્રિકામાં આયોજન થઈ શકે છે અને ટૂર્નામેન્ટની કેટલીક મેચો દેશની બહાર શિફ્ટ કરવી પડે તો 2014ની જેમ તેને યુએઇમાં શિફ્ટ કરાવી શકાય છે. જો ચૂંટણી એપ્રિલ પહેલાં યોજાય તો આઈપીએલ ભારતમાં જ યોજાશે.

બીજી તરફ 2019માં વન-ડે વર્લ્ડ કપ 30 મેથી શરૂ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલી લોઢા પેનલની ભલામણો મુજબ આઈપીએલ અને વર્લ્ડ કપ વચ્ચે 15 દિવસનું અંતર હોવું જોઇએ. આ ઉપરાંત આઈસીસીના દિશા નિર્દેશો મુજબ ભાગ લેનાર દેશોએ બે અઠવાડિયા પહેલાં યજમાન દેશમાં પહોંચવાનું હોય છે.

બીસીસીઆઈ દ્વારા લોઢા પેનલ અને વર્લ્ડ કપની ડેડલાઇન સાથે તાલમેલ મેળવવા માટે બીસીસીઆઈએ અત્યારથી આઈપીએલને 15-20 દિવસ પહેલાં શરૂ કરવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે.

2009ની સિઝન આફ્રિકામાં યોજાઈ હતી
વર્ષ 2009માં લોકસભાની ચૂંટણીની તારીખો અને આઈપીએલની બીજી સિઝનની તારીખો ટકરાતી હતી. બંને એક સમયે હોવાથી સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો હતો જેને કારણે સમગ્ર ટૂર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી અને ઘણી સફળ પણ રહી હતી. તે પછી 2014માં લોકસભાની ચૂંટણી વખતે સમગ્ર ટૂર્નામેન્ટ ભારત બહાર નહોતી ખસેડાઈ પરંતુ શરૂઆતની મેચોને યુએઈમાં શિફ્ટ કરાઈ હતી અને બાકીની મેચો ફરી ભારતમાં રમાઈ હતી.