પાક.ની જેલમાં ભારતીય કેદીને ઢીસુમ ઢીસુમ - Sandesh
  • Home
  • World
  • પાક.ની જેલમાં ભારતીય કેદીને ઢીસુમ ઢીસુમ

પાક.ની જેલમાં ભારતીય કેદીને ઢીસુમ ઢીસુમ

 | 11:51 am IST

પાકિસ્તાનની જેલમાં પાકિસ્તાની કેદીના હુમલામાં એક ભારતીય કેદી ઘાયલ થયો હતો. પેશાવરની મધ્યસ્થ જેલમાં બંધ ભારતીય કેદી હામિદ નેહાલ અન્સારીના વકીલે અદાલતને જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં તેમના અસીલ પર બે વખત હુમલા થયા છે. જ્યારે જેલના અધિકારી દરરોજ અન્સારીની મારપીટ કરે છે.

જોકે જેલ અધિક્ષક મસૂદ ઉર રહેમાને જણાવ્યું હતું કે અન્સારીને નજીવી ઈજાઓ થઈ હતી અને આ પ્રકારની ઘટનાઓ જેલમાં થતી જ રહે છે. અન્સારી ત્રણ વર્ષની જેલની સજા કાપી રહ્યો છે અને તેને ફાંસીની સજા પામેલા અપરાધીઓ માટે બનાવેલી કોટડીમાં રાખવામાં આવ્યો છે.

આ અંગે રહેમાને જણાવ્યું હતું કે ભારતીય કેદીઓને તેમની સુરક્ષાને ધ્યાનમાં લેતાં પાકિસ્તાની કેદીઓ સાથે સામાન્ય બેરેકમાં રાખી શકાય નહીં.

વકીલે જણાવ્યું હતું કે તેઓ પોતાના અસીલની સુરક્ષા ઈચ્છતા હતા, પરંતુ જેલ અધિકારીઓએ આ પ્રકારની કોઈ ગેરંટી આપવાનો ઈન્કાર કર્યો છે. હુમલા બાદ અધિકારીએ ખાતરી આપી હતી કે અન્સારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવશે, પરંતુ તેમણે આવું કોઈ કાર્યવાહી કરી નથી. વકીલે એવો પણ આક્ષેપ કર્યો છે કે જેલના એક વોર્ડન અન્સારીની રોજ મારપીટ કરે છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન