Indian Railway ready to make policy on food in Train
  • Home
  • Business
  • લ્યો હવે માત્ર 40થી 250 રૂપિયામાં જે ઇચ્છો તે જમો, રેલવે કરી રહ્યું છે આ ખાસ તૈયારી

લ્યો હવે માત્ર 40થી 250 રૂપિયામાં જે ઇચ્છો તે જમો, રેલવે કરી રહ્યું છે આ ખાસ તૈયારી

 | 9:47 am IST

ભારતીય રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સતત નવા-નવા પ્રયોગ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવતું હોય છે. રેલવે મુસાફરોની યાત્રા સુખદ અને સુરક્ષિત બને તે માટે પણ સતત પ્રયત્નશીલ હોય છે. ત્યારે હવે વિભાગે મુસાફરોને ટ્રેનમાં ક્લાસ પ્રમાણે અલગ-અલગ ખાવાનું ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે કહ્યું કે હવે મુસાફરોને ટ્રેનમાં ક્લાસ પ્રમાણે અલગ-અલગ ખાવાનું મળશે. આ ખાવાની કિંમત ઓછામાં ઓછી 40 રૂપિયા જ્યારે વધુમાં વધુ કિંમત 250 રૂપિયા નક્કિ કરવા પર વિચાર ચાલી રહ્યો છે. યાદવે કહ્યું કે રેલવે આ મુદ્દે એક પોલિસી બનાવી રહ્યું છે. જેને જલ્દી લાગૂ કરવામાં આવશે. યાદવે વધુમાં જણાવ્યું કે 40-50 રૂપિયામાં જે ખાવાનું મળશે તેમાં પૂરી-શાક, છોલે ભટુરે, રાજમા ચાવલ અથવા કઢી ભાત વેગેર વિકલ્પ સામેલ થશે.

ઉપરાંત મુસાફરોને જો વધુ વેરાયટી જોઈએ તો તે 200-250 રૂપિયા ચૂકવીને તે ખરીદી શકે છે. આ બન્ને વેરિયંટમાં ખાવાની ક્વોલિટીનું સંપૂર્ણ અને ચુસ્ત રીતે ધ્યાન રાખવામાં આવશે. તેમને કહ્યું કે ઓછા પૈસામાં બધી વેરાયટી આપવી મુશ્કેલ છે. રેલવે બધા વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને આ પોલિસી પર કામ કરી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ: રાજ્યમાં આજથી લાગુ થઈ શકે છે ટ્રાફિકના નવા નિયમો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન