ભારતીય રેલવેએ કર્યું મોટું એલાન, મહિલાઓને દરેક કોચમાં મળશે 'સ્પેશિયલ સુવિધા' - Sandesh
NIFTY 10,989.65 -18.40  |  SENSEX 36,427.76 +-92.20  |  USD 68.5250 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ભારતીય રેલવેએ કર્યું મોટું એલાન, મહિલાઓને દરેક કોચમાં મળશે ‘સ્પેશિયલ સુવિધા’

ભારતીય રેલવેએ કર્યું મોટું એલાન, મહિલાઓને દરેક કોચમાં મળશે ‘સ્પેશિયલ સુવિધા’

 | 7:04 pm IST

મહિલા યાત્રીઓની રેલવે મુસાફરીમાં સુરક્ષા માટે હવે ટ્રેનના કોચમાં પેનિક બટનની સુવિધા અપાશે. નોર્ધન ઇર્સ્ટર્ન રેલવે એ આ સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર પૂર્વ રેલવે દ્વારા તૈયાર કરાયેલી આ દરખાસ્તમાં ટ્રેનોમાં રાત્રે મહિલા પોલીસ કર્મચારીઓની તહેનાતીની ભલામણ પણ કરાઈ છે.

હાલમાં રેલવે તંત્ર ટ્રેનોમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ખાસ ચિંતિત છે. તેમની સુરક્ષાના મામલે યોજના બનાવી રહી છે. ખાસ કરીને ટ્ર્ેનોમાં મહિલા પોલીસ કર્મીઓને રાત્રિના સમયે તહેનાત કરવા માટે રેલવેતંત્ર તૈયારી કરી રહ્યું છે.

નોર્ધન ઇર્સ્ટર્ન રેલવેના પીઆરઓ સંજય યાદવે જણાવ્યું હતું કે કોચમાં લગાવામાં આવતા આ પેનિક બટનને ગાર્ડના કોચ સાથે લિંક કરાશે. આ પેનિક બટન કોચમાં લગાવવામાં આવતા ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડની ઉપર લગાવાશે, જેથી જરૂર પડે મહિલાઓ તેનો આસાનીથી ઉપયોગ કરી શકે છે.

મહિલા કોચમાં સીસીટીવી કેમેરા લગાવવાની પણ દરખાસ્ત
પ્રસ્તાવમાં મહિલા કોચોમાં સીસીટીવી કેમેરા પણ લગાવવાની ભલામણ પણ થઈ છે. તેના લાઇવ ફૂટેજ રેકોર્ડ થશે. પ્લેટફોર્મમાં એવા સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવાશે, જેની સામે જ મહિલા કોચ થંભે છે.

પેનિક બટન કઈ રીતે કામ કરશે ?
મહિલા આ બટન દબાવશે કે તરત જ ગાર્ડન એલર્ટ થશે અને તત્કાળ રેલવે સ્ટાફને એ કોચમાં મોકલશે. અત્યાર સુધી મહિલાઓને કોઈ ઇમર્જન્સી ઊભી થાય તો તે મોબાઇલ ફોન કરીને કે મેસેજ દ્વારા મદદ માગે છે. તે ચેઇન પૂલિંગ પણ કરી શકે છે, પરંતુ તેનાથી તેને તત્કાળ મદદ મળતી નથી.

એટલું જ નહીં મહિલાઓના કોચને અલગ રંગથી રંગવાની પણ યોજના છે, જેથી એ કોચને દૂરથી અલગ ઓળખી શકાય. પીઆરઓએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ અંગે કામ શરૂ થઈ ગયું છે. આશા છે કે આ વર્ષના અંત સુધીમાં ટ્રેનના કોચોમાં પેનિક બટન લગાવી દેવાશે.