Indian Railways Deployment Coras Commando for Passengers Safety
  • Home
  • Business
  • હવે ભારતીય રેલવેમાં મુસાફરી બનશે વધુ સુરક્ષિત, તંત્રે લીધો આ મોટો નિર્ણય

હવે ભારતીય રેલવેમાં મુસાફરી બનશે વધુ સુરક્ષિત, તંત્રે લીધો આ મોટો નિર્ણય

 | 10:37 pm IST

હવે ભારતીય રેલવેમાં મુસાફરી વધુ સુરક્ષિત બનશે. ટ્રેનમાં નક્સલી હુમલો, આતંકી હુમલાઓ, રેલવે સુરક્ષા, મુસાફરોની સુરક્ષા કરવા માટે ભારતીય રેલવે તંત્ર સજ્જ થયું છે. ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા માટે તાજેતરમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે ભારતીય રેલવેએ કોરસ કમાંડોની ટુકડી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. આ કોરસ કમાંડો આતંકી હુમલા, નક્સલી હુમલા, રેલવે સુરક્ષા અને મુસાફરોની સુરક્ષા કરશે. રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF)ના જવાનોને સ્પેશિયલ ટ્રેનિંગ આપી કમાંડો ટુકડી તૈયાર કરવામાં આવશે. આ કમાંડો રેલવે અને રેલ મુસાફરોની દરેક વિપરીત અને ખતરનાક પરિસ્થિતિઓમાં સુરક્ષા કરશે.

કોરસ કમાંડોની ટ્રેનિંગ દેશના શીર્ષ કમાંડો ટ્રેનિંગ સેન્ટરમાં થશે. જ્યાં NSG ના જવાનોને ટ્રનિંગ આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ મુજબ રેલવે તરફથી આ નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે CORAS(કમાંડો ફોફ રેલવે સિક્યોરિટી) કમાંડોની પહેલી બટાલિયન તૈયાર થઈ ગઈ છે. આપણે જણાવી દઈએ કે આધુનિક હથિયારોથી લેસ કોરસના જવાન RPF ની આર્મ્ડ બટાલિયન RPSE(રેલવે પ્રોટેક્શન સિક્યોરિટી ફોર્સેસ) થી અલગ હશે. રિપોર્ટ મુજબ મહિલા પુરુષ મળીને આ બટાલિયનમાં 1200 પસંદગીના જવાનો સામેલ થશે.

આ વીડિયો પણ જુઓ: રક્ષા બંધનના પવિત્ર પર્વ પર અવનવી રાખડીઓમાં હેતનું બંધન


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન