Indian Railways looks to speed up production of 44 Train 18 sets
  • Home
  • Featured
  • હવે મુસાફરોને તત્કાળ ટ્રેનમાં બેસવા નહીં મળે, જમવાનું પણ ઘરેથી જ લાવવુ પડશે

હવે મુસાફરોને તત્કાળ ટ્રેનમાં બેસવા નહીં મળે, જમવાનું પણ ઘરેથી જ લાવવુ પડશે

 | 10:43 pm IST

કોરોના વાઇરસની મહામારીના યુગમાં ભારતીય રેલવેએ પ્રવાસીઓ માટે એક નવી ગાઇડલાઇન્સ જારી કરીને પ્રવાસીઓને તેનું કડકાઈથી પાલન કરવાની તાકીદ કરી છે. રેલવેની ગાઇડલાઇન્સમાં માસ્ક પહેરવા અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની પણ સલાહ અપાઈ છે.

રેલવેને 35થી 40 હજાર કરોડનું નુકસાન

લોકડાઉન અને કોરોના મહામારીને કારણે રેલવેને ખૂબ મોટું આર્િથક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે. યાદવે કહ્યું કે ટ્રેનો બંધ હોવાથી રેલવેને 35,000થી 40,000 કરોડના નુકસાનનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં એવા પણ રિપોર્ટ હતા કે રેલવે પાસે પેન્શન ચૂકવવાના પણ પૈસા નથી અને રેલવે મંત્રાલયે નાણામંત્રાલયને પત્ર લખીને પેન્શન ચૂકવવાની અપીલ કરી હતી. દોઢ કલાક વહેલા પહોંચેલા પ્રવાસીઓને ટ્રેનમાં બેસવા દેવાશે : ઘેરથી ભોજન લઈને આવવું પડશે.

(1) ફક્ત કન્ફર્મ ઈ-ટિકિટ દ્વારા રેલવે સ્ટેશન પર આવી શકાશે. જોકે તેને માટે કરફ્યૂ પાસની કોઈ જરૃર નથી પરંતુ સ્ટેશનની બહાર નીકળતી વખતે ઈ ટિકિટ દેખાડવી પડશે.

(2) થર્મલ સ્ક્રીનિંગ માટે પ્રવાસીઓએ ટ્રેન ઊપડવાની 90 મિનિટ પહેલાં સ્ટેશને પહોંચવું પડશે.

(3) રેલવે સ્ટેશન પર તમામ પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત અને જેમનામાં કોરાનાનું એક પણ લક્ષણ જોવા ન મળે ફક્ત તેમને જ ટ્રેનમાં બેસવા દેવાશે. સાથે સાથે સેનિટાઇઝર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ટ્રેનના પ્રવાસ દરમિયાન માસ્ક પહેરી રાખવું ફરજિયાત બનાવી દેવાયું છે.

(4) પ્રવાસ પહેલા તમામ પ્રવાસીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવું પડશે

(5) સફર દરમિયાન કામળા, ચાદર, પરદાની સુવિધા નહીં મળે

(6) પ્રવાસીઓએ પોતપોતાના ઘેરથી ભોજન અને પાણી લાવવું પડશે.

(7) પ્રવાસીઓએ શક્ય હોય તેટલો ઓછો સામાન રાખવો પડશે

(8) પ્રવાસીઓએ ટ્રેનમાં બેસતી વખતે તથા સફર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું પડશે.

(9) પ્રવાસીઓએ ગંતવ્ય સ્થળના હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન